Abtak Media Google News

ભારતની નબળી બેટિંગ હારનું કારણ , કાંગારુંના બોલરોએ ઘાતક બોલિંગ કરી, સ્ટીવ સ્મિથના કેચની ચોમેર પ્રસંશા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત હાંસલ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં 10 વિકેટથી જીત મેળવીને સીરીઝીમાં શાનદાર વાપસી કરી છે, આ સાથે જ ત્રણ મેચોની વનડે સીરીઝ હવે 1-1થી બરાબરી પર આવી ગઇ છે. મુંબઇ વનડેમાં ભારતની જીત થઇ હતી, તો વિશાખાપટ્ટનમ વનડેમાં કાંગારુઓ વળતો પ્રહાર કરતો ભારતને ધરાશાયી કરી દીધુ હતુ, અને બીજી વનડે શાનદાર રીતે જીતી લીધી હતી.  નહીં ઓસ્ટ્રેલિયન ટીમના સુકાની ટેવ મિતે હાર્દિક પંડ્યાનો કેચ પકડતા તેની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બોલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બોલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી. જ્યારે સ્ટાર્ક દવારા ઘાતક બોલિંગ કરવામાં આવતા 5 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં તરખાટ મચાવી દીધો હતો. કાંગારુ બોલરોમાં મિશેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆત ઝટકા આપીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. સ્ટાર્કે પોતાના શાનદાર સ્પેલમાં 8 ઓવર નાંખી હતી, જેમાં 53 રન આપીને 1 મેડન સાથે 5 મહત્વની વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત અન્ય બોલરોએ પણ ભારતીય બેટ્સમેનોનો જકડી રાખ્યા હતા. સીન એબોટ 3 અને નાથન એલિસ 3 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.