Abtak Media Google News

ભારતની જીત લગભગ અશક્ય : જીત માટે 8 વિકેટ અને એલગરને આઉટ કરવો ખુબજ જરૂરી

અબતક, જોહાનિસબર્ગ

આફ્રિકા સામે નો બીજો ટેસ્ટ મેચ તેના અંતિમ તબક્કામાં આવી પહોંચ્યો છે અને આ ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહ્યો બની રહેશે તેમાં પણ નવાઈ નહીં. બીજા દિવસે ભારત બે વિકેટના નુકશાન થી દિવસની શરૂઆત કરી હતી અને ડ્રીંક બ્રેક સુધી પુજારા અને રાહ ને વચ્ચે ખૂબ સારી ભાગીદારી પણ જોવા મળી હતી. પરંતુ બ્રેક બાદ બંને ની ક્રિકેટ પડતાં 111 રનમાં બાકી રહેલી તમામ 8 વિકેટો પડી ગઈ હતી અને ભારતીય ટીમે આફ્રિકાને જીત માટે 240 રનનો લક્ષ્ય આપ્યો હતો. 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમે 118 રન બનાવી પોતાની બે વિકેટ ગુમાવી છે પરંતુ સારી વાત એ છે કે હજુ પણ એલગર ક્રિઝ ઉપર છે.ત્યારે બીજા ટેસ્ટમાં હાલની સ્થિતિએ એવું લાગી રહ્યું છે કે એલગર ભારતના હાથમાંથી વિજય નો પ્યાલો જુટવી લેશે ત્યારે જો ભારતે આ ટેસ્ટ મેચ જીતવો હોય તો દિવસની શરૂઆતમાં જ એલગર વિકેટ પાડવી ખૂબ જરૂરી અને આવશ્યક બની રહી છે અને બાકી રહેતી સાત્વિક એ તો પણ ઝડપથી જો પાડવામાં આવશે તો જ ભારત ટેસ્ટ મેચ જીતી શકશે પરંતુ હાલની સ્થિતિએ આ ચિત્ર ખૂબ જ કઠિન ભારત માટે સાબિત થઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રથમ ઇનિંગમાં જે રીતે ભારતનો હોત તેવો શાર્દુલ ઠાકોર જે રીતે ચમક્યો હતો ત્યારે ફરી તે જ પ્રકારની ટીમલી જરૂરિયાત હાલ ટીમ માટે ઊભી થઈ છે ત્યારે શું ફરી ઠાકોર ડાર્ક હોર્સ સાબિત થશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે આજ

નો એટલે કે બીજા કેસ નો ચોથો દિવસ નિર્ણાયક બની રહેશે અને ટેસ્ટ મેચ પાંચમો દિવસ પણ નહીં જોઈ શકે કારણકે હવે માત્ર અને માત્ર આફ્રિકાને જીતવા માટે 122 રનની જરૂર છે.

ઉતાર ચઢાવ તો આવે ને જાય ‘નિપુણતા’ જ જરૂરી:ધ વોલ પુજારા

પ્રથમ અને બીજા ટેસ્ટમાંએ અટકળો સામે આવી રહી હતી કે પૂજારા અને રહાણે માટે આફ્રિકા સિરીઝ તેમની કાર્ય ની છેલ્લી ટેસ્ટ સીરીઝ બની રહેશે જેનું મુખ્ય કારણ એ છે કે બંને ખેલાડીઓ નું જે રીતનું પ્રદર્શન હોવું જોઈએ તે થઇ શક્યું નથી. બીજા ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગમાં બંને ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને બંને અર્થ સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી ત્યારે ત્રીજા દિવસના અંતે ચેતેશ્વર પૂજારાએ માહિતી આપતાં જણાવ્યું કે કોઈ પણ ખેલાડી માટે નિપુણતા જ જરૂરી હોય છે નહીં કે તેનું ફોર્મ. તેને માહિતી આપતા કહ્યું હતું કે કોઈ પણ ખેલાડી ના કરિયરમાં ઉતાર-ચડાવતો આવતા હોય છે. ત્યારે આ વાત કહીને પૂજારાએ પોતાનો બચાવ પણ કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.