Abtak Media Google News

વાંકાનેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેર અને ગ્રામ્ય પંથકના ઘણા લોકોને ઝપટમાં લઇ લીધા છે જેમાં કોવિડ વિભાગના તાલુકા હેલ્થ ઓફીસર પણ બાકાત નથી કોરોના મહામારીની બીજી લહેરમાં વાંકાનેરમાં મૃત્યુદર પણ વધી ગયો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે.

વાંકાનેરની સરકારી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફના ઘણા કર્મચારીઓ પણ આ બીમારીમાં સપડાયા છે અને વર્તમાન સમયમાં અપુરતા સ્ટાફ વચ્ચે દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. ત્યારે તાકીદે ડોકટર અને નશીંગ સ્ટાફ વધારવા પ્રજામાંથી માંગ ઉઠી છે.

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ અને વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તથા વાંકાનેર સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના મેમ્બર પ્રજ્ઞેશભાઇ પટેલના ધ્યાનમાં આવતા તેઓ તુરત હોસ્પિટલે દોડી ગયા હતા અને વાસ્તવીકતા નજરે નિહાળી હોસ્પિટલ માટે વધુ ઓક્સિજન સીલીન્ડર કે ઓક્સિજન મશીન માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.સ્થળ ઉપરથી જ વાંકાનેરના અગ્રણી ઉદ્યોગપતી નોબલ રીફેકટ્રીઝ વાળા ઘનશ્યામભાઇ ઢોલરીયા, રામકૃષ્ણ રીફેકટ્રીકના શૈલેશભાઇ અને અને ઇન્ટરનેશનલ સીરામીક વાળા અનિશભાઇને વાત કરતા ત્રણેય ઉદ્યોગપતિઓએ પ્રજ્ઞેશભાઇ પટેલની વાતને તુરત સમર્થન આપેલ અને પ્રજ્ઞેશભાઇએ પોતાના તરફથી એક અને ઉપરોકત ત્રણય ઉદ્યોગપતિ તરફથી એક એક એમ કુલ મળી ચાર ઓક્સિજન મશીનની તાત્કાલીક ખરીદી કરી વાંકાનેર હોસ્પિટલને અર્પણ કરી લોકોની મહામુલી જીદગી બચાવવામાં સહભાગી બન્યા હતા.વાંકાનેર હોસ્પિટલમાં સ્ટાફની ઘટ પણ તાકીદે પૂરી કરવા ઉચ્ચકક્ષા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.