Abtak Media Google News

ભારતે તેની નબળાઈને તેની તાકાત બનાવી, બોલરોએ પણ ટૂંકા બોલ નાખી પાકિસ્તાનને બેકફૂટ ઉપર ધકેલ્યું

ક્રિકેટમાં સૌથી મોટી સ્ટ્રેટેજી જો કોઈ હોય તો એ એ કે ’એટેક ઇઝ ધ બેસ્ટ વે ઓફ ડિફેન્સ’ . જે ટીમ સારામાં સારું એટેકિંગ રમત રમતી હોય તે ટીમ ખૂબ સારી રીતે ડિફેન્સ કરી શકવામાં સક્ષમ હોય છે. એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાયો તેમાં ભારતે એટેકિંગ રમતને જ અપનાવી ટીમને સુરક્ષિત કરી હતી. બીજી તરફ પાકિસ્તાન પાસે જે પેસ બેટરી હતી અને જે શોર્ટબોલ માટે માહિર માનવામાં આવતી હતી તેમને ભારતના બોલરો અને બેટ્સમેન હોય પછાડી ટીમનો પંનો ટૂંકો પાડી દીધો હતો. ક્રિકેટ ઇતિહાસમાં દરેક ટીમને એ વાતનો ખ્યાલ છે કે ભારતની સૌથી મોટી જો કોઈ નબળાઈ હોય તો તે શોર્ટ પીચ બોલ છે પરંતુ તે જ નબળાઈને ભારતીય ટીમ એ પોતાની તાકાત બનાવી અને એશિયા કપમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું.

02 12

ભારત તરફથી અર્ષદીપ અને ભુવનેશ્વર કુમારની સાથો સાથ હાર્દિક પંડ્યા એ પણ ઘાતક બોલિંગ કરી પાકિસ્તાનને બેક ફુટ ઉપર ધકેલવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બેટિંગમાં પણ પાકિસ્તાનના બોલરો દ્વારા જે સતત શોર્ટબોલ નાખવામાં આવતા હતા તેનો પ્રતિ ઉતર ભારતીય બેટ્સમેનઓએ ખૂબ સારી રીતે આપ્યો હતો અને તેમને જીત અપાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. એક સમયે પાકિસ્તાનની પેસ બેટરી જેવી કે વસીમ અક્રમ અને વકાર યુનુસ કે જે કોઈપણ ટીમને પોતાના શોર્ટબોલથી ઘુટાણીએ પાડવામાં સક્ષમ હતા તે પાકિસ્તાનની ટીમ ભારતના ઘુટણીએ પડી ગઈ હતી. ભારતીય ટીમ એ શરૂઆતથી જ પોતાની એટેકિંગ રમત રમવાની શરૂ કરી દીધી હતી અને તેમને સુરક્ષિત બનાવી હતી જે પાકિસ્તાનના બોલરો અને બેટ્સમેનો સમજી શક્યા ન હતા.

જીતી પ્રથમ બોલિંગ કરવા નો નિર્ણય લેનાર ભારતીય ટીમ એ પણ અનેક પ્રશ્નો અને અનેક ભૂલો કરી હતી પરંતુ જ્યારે ભારતીય ટીમ લક્ષ્યાંક નો પીછો કરવા મેદાને ઊતરી ત્યારે પાકિસ્તાની ટીમ એ પણ એ જ ભૂલ કરી કે જે ભારત દ્વારા કરવામાં આવી હતી. ભારતની ભૂલમાંથી પાકિસ્તાની ટીમે થોડિક પણ શાહ લીધી હોત તો મેચ નું પરિણામ કંઈક અલગ જ હોત. ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા તે ત્રણ ચોકા ફટકાવવામાં આવ્યા તેનાથી પાકિસ્તાન ટીમનું મોરલ ખૂબ જ નીચે આવી ગયું હતું. દ્વારા એક્સ્ટ્રા રણ પણ આપવાના શરૂ કર્યા હતા.

ભારતીય ટીમે આગામી ટી20 વિશ્વ કપ્યાને લઈ ટીમમાં ફેરફારો કરવાના પણ શરૂ કર્યા હતા જેમાં ટીમે રીષભ પંતને બેસાડી દિનેશ કાર્તિકને વિકેટકીપર બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. રવિન્દ્ર જાડેજા ને પણ ઉપર પ્રમોટ કરવામાં આવ્યો હતો જ્યાં તેને પોતાની સુજબુજ ભરી રમત રમી ભારતની જીતમાં પોતાનું યોગદાન પણ આપ્યું હતું.  ભારતે તેની નબળાઈ ઉપર જે જીત હાંસલ કરી છે તેનાથી હવે વિપક્ષે ટીમોએ સાવધ અને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. હાર્દિક પંડયાએ આખરી ઓવરના ખરા-ખરીના જંગમાં વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-20માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 33 રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.