Abtak Media Google News

આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રભીખુભાઇ દલસાણીયપસ્થિત રહ્યા
આગામી સમયમાં યોજાનાર વિધાનસભા આઠ બેઠકોની પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રી  શંકરભાઈ ચૌધરી કરશે.
ભરતભાઈ પંડ્યા

જે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવનાર છે તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે:-
ભરતભાઈ પંડ્યા

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ ના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ જે આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવનાર છે તે તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જઓ ની નિમણૂક કરવામાં આવી હતી.વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી કરશે.

પંડ્યાએ જણાવ્યું હતું કે, આ આઠ વિધાનસભા બેઠકો પૈકી અબડાસા વિધાનસભા બેઠક માટે મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી. પટેલ, લીંબડી બેઠક માટે મંત્રીશ્રી આર.સી. ફળદુ અને નિતિનભાઈ ભારદ્વાજ, કરજણ બેઠક માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા ડાંગ બેઠક માટે મંત્રી ગણપતભાઈ વસાવા અને પુર્ણેશભાઈ મોદીને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પંડ્યાએ જણાવ્યું હતું કે, કપરાડા વિધાનસભા બેઠક માટે મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મોરબી બેઠક માટે મંત્રીસૌરભભાઈ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજા, ગઢડા બેઠક માટે મંત્રીશ્રી કુંવરજી બાવળીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા તથા ધારી બેઠક માટે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકૂભા) અને ધનસુખભાઈ ભંડેરીને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.