Abtak Media Google News

આજે બપોરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની વાર્ષીક સાધારણ સભા મળી રહી છે તે પૂર્વે શેરબજારમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો ઉઘડતી બજારે સેન્સેક્સ તથા નિફ્ટીમાં ઉછાળા જોવા મળ્યા હતાં.

ઉઘડતી બજારે સેન્સેક્સમાં 237 અને નિફ્ટીમાં 60 પોઇન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયામાં મજબૂતી

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં 6 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો બીજી તરફ રિલાયન્સની એમજીએમ પૂર્વ   બજારમાં ચોક્કસ તેજી છે. પણ રિલાયન્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો સેન્સેક્સ તથા નિફ્ટી આજે સવારે ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. આજે બપોરેર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ મળનાર છે જેમાં કંપની દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવશે તેવો આશા સાથે બજામાં તેજી જોવા મળી રહી છે.

તેજીમાં લાર્શન, ટીશીએસ, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ જેવી કંપનીના શેરોમાં ભાવ ઉંચકાયા હતાં. જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ, એનટીપીસી અને રિલાયન્સના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો રહ્યો હતો. અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 9 પૈસા જેટલો મજબૂત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 237 પોઇન્ટના ઉછાળા સાથે 52543 અને નિફ્ટી 60 પોઇન્ટના ઉછાળા સાથે 15747 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. બેન્ક નીફ્ટીમાં પણ 204 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 74.18 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.