Abtak Media Google News

રીયલ્ટી, એનર્જી, ઓઈલ-ગેસ, બેન્ક, ફાયનાન્સ અને કેપીટલ ગુડઝનાં શેરમાં ધુમ લેવાલી

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે રિલાયન્સની આગેવાનીમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. આજે બપોરે શેરબજામાં ૭૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જોકે ત્યારબાદ બજાર ૫૦૦ પોઈન્ટ સુધી ગગડયું હતું. રિલાયન્સ ૭ ટકા ઉછળીને મહતમ કિંમત ૧૭૮૮ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત બજાજ ફાયનાન્સ, ટાટા મોટર્સમાં પણ લેવાલીનો માહોલ સર્જાતા ૬.૫ ટકા સુધી ઉછળ્યા હતા. રિલાયન્સનું ઋણ ચુકતે થઈ જતા કંપની ઝીરો ડેપ્ટ બની ચુકી છે જેના સારા પરિણામો જોવા મળ્યા હતા. રોકાણકારોનો રિલાયન્સ તરફનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બન્યો હતો અને શેરની કિંમત વધી હતી.

આ લખાય છે ત્યારે બીએસઈ સેન્સેકસ ૫૬૯ પોઈન્ટ અથવા ૧.૬૬ ટકાનાં ઉછાળા સાથે ૩૪,૭૭૭નાં આંક સાથે ટ્રેડ થઈ રહ્યો છે જયારે નેશનલ સ્ટોક એકસચેન્જ નિફટી પણ ૧૬૪ પોઈન્ટ એટલે કે ૧.૬૩ આંકનાં ઉછાળા સાથે ૧૦,૨૫૫ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ મીડકેપ અને બીએસઈ સ્મોલકેપ અનુક્રમે ૧.૧૧ અને ૧.૩૦ ટકાનાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ ડોલર સામે ‚રૂપિયો ૦.૦૫ પૈસા નબળો પડયો છે.

આજે આઈટી ટેકનો, એફએમસીજી સિવાયનાં તમામ સેકટર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. રીયલ્ટી, એનર્જી, ઓઈલ-ગેસ, બેન્ક, ફાયનાન્સ અને કેપીટલ ગુડઝનાં શેરમાં ધુમ લેવાલી જોવા મળી હતી. આજે શેરબજારમાં તેજીનું તોફાન ફરી વળ્યું હતું. છેલ્લા લાંબા સમયથી શેરબજારમાં કડાકા જોવા મળ્યા બાદ છેલ્લા અઠવાડિયાથી ફરીથી તેજીનો માહોલ બનતા રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.