Abtak Media Google News

ભજનનો મતલબ છે પરિપૂર્ણ જાગૃતિ. સપ્તશીલવાનને આપણે કઇ રીતે ઓળખી શકીએ? સાતમા દિવસની કથામાં બાપુએ કહ્યું કે સપ્તશીલ ધરાવનાર બુધ્ધપુરુષ આપણને મળી જાય તો તેની ઓળખ-પરખ કઇ રીતે કરવી? આવા બુદ્ધ પુરુષ સદૈવ ધરતી પર હોય છે,પહેલા પણ હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. પણ આપણે તેને ઓળખી શકતા નથી.પરંતુ કોઈક સંકેતો,ઈશારો મળે છે.એવા સંકેતોમાં એક-રૂપ:રૂપનો અર્થ અહીં આકાર છે. અહીં સૌંદર્યનો પર્યાય નહીં કારણકે સૌંદર્ય એક સ્વતંત્ર શબ્દ છે.

શીલનો પરિચય તો બુધ્ધ સેવકાઇ વગર થતો નથી.આપણા ચર્મચક્ષુથી એને કઈ રીતે ઓળખી શકીએ!આપણે ત્રણ-ત્રણ માસ્ક પહેરીને બેઠા છીએ!અહીંયા મુખવટાનાં રૂપમાં કરી રહ્યો છું. ગોસ્વામીજી કહે છે કે મુખવટો દંભ છે. વાલ્મીકિએ 14 સ્થાનો બતાવ્યા અને અંતે ચિત્રકૂટ કહ્યું જ્યાં એ ચૌદે લક્ષણો મોજુદ છે. આપણે ત્યાં અનેક અસુર થયા પરંતુ ભક્તિમાર્ગમાં સૌથી મોટો અસુર વિઘ્ન કરે છે એ છે:દંભાસૂર. ભજનનો મતલબ પરિપૂર્ણ જાગૃતિ છે. અયોધ્યા અને જનકપુરમાં રામચરિતમાનસ વધારે બૌધિક છે,લંકા અહંકારની નગરી છે,દંડકારણ્ય મનનો પ્રદેશ છે,ચિત્તનો પ્રદેશ એકમાત્ર ચિત્રકૂટ છે,આ ભજન ભૂમિ છે.

મારી સમગ્ર યાત્રાનો નિચોડ સત્ય પ્રેમ અને કરુણા એનો પણ- નિચોડનો પણ નિચોડ કાઢવો હોય તો હું વચ્ચેનું પ્રેમ રાખું. સત્ય આપણે ક્યાં નિભાવી શકીએ છીએ? અને કરુણાવાન કયારેક કઠોર થઈ જાય શું ખબર! બાપુએ કહ્યું કે તથાકથિત ધર્મ વૈદિક સનાતન ધર્મ નહીં કાલે એક સૂત્ર મળ્યું, મને ખૂબ ગમ્યું અને જે મને ગમ્યું એ આપને ગમશે જ,જે પુરાતન નથી અને સનાતન તો છે જ નહીં એવો,ગીતા એને શાશ્વત કહે એ ધર્મ નહીં પરંતુ તથા કથિત ધર્મોએ આપણને શિખવ્યું કે:પથ્થરમાં ઈશ્વર છે પરંતુ એ ન શીખવ્યું કે દરેક ઇન્સાનમાં પણ ઈશ્વર છે!

પ્રેમ મતલબ પરમાત્માનો વિશુદ્ધ પર્યાય.કોઈએ પૂછ્યું બાપુ આપ સંસારી છો કે સાધુ?બાપુ કહે હું સંસારી સાધુ છું! મારો કોઈ આશ્રમ નહીં એકમાત્ર ગૃહસ્થાશ્રમ છે. અને મારું સ્થાન ધરતી છે.તેરી ઈસ અદા ને ઇતના ઘાયલ કર દિયા હૈ;મર હમ લગાને વાલે દુશ્મન નજર આતે હૈ!!

બીજો સંકેત-સૌંદર્ય:બાપુએ કહ્યું કે હા હું સહમત છું કે કંઈક આભૂષણ,કપડા અને મેકઅપ કરવાથી થોડા સમય માટે તેમાં વિષયીને સૌંદર્ય દેખાય છે,પરંતુ કોઈ મેકઅપ, વસ્ત્ર, અલંકાર, આભૂષણ નથી છતાં જુઓ ભગવાન રામ અને માતા જાનકીને! રામ કપડાં પહેરે છે ત્યારે ઓછા સુંદર દેખાય છે,માનસ તેનું સાક્ષી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.