- અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં સામુહિક પરિવારે કર્યો આપઘાત
- આર્થિક સંકડામણને કારણે ત્રણેયે દવા પી જીવન ટુકાવ્યું
- ભરત સસાંગીયા, હર્ષ સસાંગીયા અને વનિતા સસાંગીયાએ કર્યો આપઘાત
- ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી
- અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ઘરી
સુરત શહેરના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં સામુહિક પરિવારનો આપ-ઘાતનો બનાવ સામે આવ્યો છે. આર્થિક સંકડામણને કારણે 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા ગટગટાવીને જીવન ટુકાવ્યું હતું. આ ઉપરાંત ઘટનાની જાણ થતા ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેને મૃત જાહેર કર્યા હતા. તેમજ ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. તેમજ પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું. આ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ઘરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેરમાં સામૂહિક આ-ત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. અમરોલી વિસ્તારમાં એક હીરાના વેપારી ભરત દિનેશ સસાંગીયા, પત્ની વનિતા બેન અને હર્ષ સસાંગીયાએ દવા ગટગટાવીને જીવન ટુકાવ્યું હતું. આ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હતી. આ પરિવાર સુરતના અમરોલી રોડ પર એન્ટિલિયા ફ્લેટમાં રહેતો હતો.
આ ઉપરાંત મૃ*તકના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમજ હોસ્પિટલ લઈ જવામાં આવતા ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
લેણદારોથી કંટાળી જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. આ ઉપરાંત રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરત સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિય (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહ-ત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે તમામ મૃ*તદેહને PM ખાતે મોકલી અને સુસાઇડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.