Abtak Media Google News
  • ભાજપની સરકારે વિકાસના અને પ્રજા હિતમાં  કામો થકી પ્રજાનું જીવન સુવિધાસભર બનાવ્યું  : ભુપતભાઈ બોદર
  • વિવિધ કલ્યાણકારી યોજનાઓને  સફળતા પૂર્વક પાર પાડવા માટે તબક્કાવાર ગામવાઈઝ કેમ્પ કરવામાં આવશે 

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે કેન્દ્રમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને રાજયમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ  ભાજપ સરકાર દ્વારા જે પણ લોકકલ્યાણકારી અને જનહિતકારી કામો થયા છે તે કાર્યો  જન જન સુઘી પહોચે તેવા ઉમદા આશય સાથે ભાજપ સરકાર ની તમામ લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓ ના લાભ થી કોઈ ગ્રામજનો  વંચિત ન રહી જાય તે માટે  રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા રાજકોટ જીલ્લા ના તમામ ગામો માં કલ્યાણકારી યોજનાઓને  સફળતા પૂર્વક પાર પાડવા માટે તબક્કાવાર ગામવાઈઝ કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવશે.

Capture 32

તે અંતર્ગત રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ  ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષસ્થાને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત  કસ્તુરબાધામ સીટ હેઠળના તમામ 20 ગામોમાં સરકાર ની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચે તે માટે યોજનાકીય કેમ્પ સંપન્ન થયો હતો. આ કેમ્પમાં લોઠડા, ભયાસર, કાથરોટા, લોધીડા, ગઢકા, અણીયારા, ફાડદંગ, રફાળા, હડમતીયા, ગોલીડા ગામો ના 1414 લાભાર્થીઓ એ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, રેઇનવોટર હાર્વેસ્ટીંગ, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઈ- શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવક ના દાખલા, બુસ્ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્થ આઈ.ડી.કાર્ડ, કેટલ શેડ સહીતની સેવાઓ નો લાભ લીધો. કુલ કસ્તુરબાધામ સીટ હેઠળના ગામોમાં 2348 લાભાર્થીઓ એ વિવિધ યોજનાકીય લાભો મેળવ્યા હતા. તેમજ ફાડદંગ ગામ ખાતે શાળાના પેવર બ્લોકનું ખાતમુહુર્ત પણ પ્રમુખ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે અંત માં ભુપતભાઈ બોદર એ જણાવેલ કે તેમજ ગુજરાતની જનતાએ સતત ભાજપ પર વિશ્વાસ મુક્યો છે અને સત્તા સંભાળી જનતાની સેવા કરવાની જવાબદારી ભાજપને આપી છે અને ગુજરાતમાં ભાજપની સરકારે વિકાસના કાર્યો થકી ગુજરાતને સમગ્ર વિશ્વમાં નવી ઇમેજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે તેમજ વિકાસના અને પ્રજા હિતમાં અનેક કામો ભાજપની સરકારે કર્યા છે. આ કેમ્પને સફળ બનાવવા ડી.ડી.ઓ.શ્રી દેવ ચૌધરી સાહેબ તથા અધિકારીશ્રીઓ અને તલાટી મંત્રીઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.

આ તકે પાડાસણ સરપંચ અશ્વિનભાઈ હાપલીયા, મહેશભાઈ આસોદરિયા, વિનુભાઈ આસોદરિયા, અરજણભાઈ ટોળીયા, ભીખુભાઈ મુંધવા, અણીયારા સરપંચ સુરેશભાઈ જાદવ, વિશાલભાઈ અજાણી, મયુરભાઈ અજાણી, અશ્વિનભાઈ સિંધવ, નારણભાઈ ખેર, મનસુખભાઈ વઘાસીયા, ઘોઘાભાઇ મકવાણા, હરેશભાઈ મકવાણા, કાથરોટા સરપંચ, રફાળા સરપંચ બાબુભાઈ રાઠોડ, ચંદ્રેશભાઈ રાઠોડ, સુરેશભાઈ સેલડીયા, કરશનભાઈ કયાડા, ગીતાબેન રાઠોડ, રસિકભાઈ ખુંટ, સખી મંડળ ની બહેનો  ફાડદંગ સરપંચ કાજલબેન ગીરીશભાઈ કાથીરીયા, ઉપસરપંચ વિજયભાઇ કિહલા, વલ્લભભાઈ સેખલીયા, મુળજીભાઇ રામાણી, દાનભાઇ ખાચર, ગોલીડા સરપંચ, મહેશભાઈ ગોલીડા, કેશુભાઈ રામાણી, હડમતીયા સરપંચ પ્રવીણભાઈ હેરભા, શુભાશભાઈ હિરપરા, નિર્મળભાઈ બકુત્રા, વલ્લભભાઈ મકવાણા, નાગજીભાઈ મેર, ભલાભાઈ જાદવ, જસાભાઈ ડાંગર, રાયધનભાઈ ખાટરીયા, ધીરુભાઈ મેણીયા, સંજયભાઈ રંગાણી, કેતનભાઈ કાનાણી, શૈલેષભાઈ ગઢિયા, કેયુરભાઈ ઢોલરીયા, સી.ટી.પટેલ, સંદીપભાઈ રામાણી તથા ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.