આ યુરોપિયન દેશોમાં ભારતનો રૂપિયો ગાડાનાં પૈડાં જેવડો, અઠવાડિયું ફરતા રહો પણ ખીસ્સું ખાલી જ ન થાય…!

Abtak special
Abtak special

વિદેશમાં ફરવા જવાના શોખીનો માટે જાણવું જરૂરી છે કે ત્યાં ભારતીય રૂપિયાની કિંમત છે મહામૂલી

માનવ સંસ્કૃતિ અને ખાસ કરીને ભારતીય લોકો નવું જાણવા ફરવા અને સાહસિકતા માં ભારે અગ્રેસર રહેશે કોઈ એવા વ્યક્તિ નહીં હોય તેને ફરવાનો શોખ ન હોય.. બધાના મનમાં જ ઘુમવાની તમન્ના હોય પણ તેમાં પણ ખાસ કરીને પ્રવાસ દરમિયાન કેટલો ખર્ચ થાય અને ક્યાં સસ્તુ અને ક્યાં મોંઘુ એ વિચાર દરેકને આવે અને તેમાં પણ વિદેશ ફરવા જવા માટે ખૂબ જ પૈસા જોઈએ એવી આપણી માન્યતા છે પરંતુ ફરવા લાયક સ્થળો ની મોજ મજા કરનારા માટે એક સારા સમાચાર છે કે દુનિયામાં ખાસ કરીને યુરોપના ઘણા એવા દેશો છે જ્યાં ભારતના રૂપિયાનું મૂલ્ય ગાડાના પૈડા જેટલું છે અને અઠવાડિયું ફરો તો પણ તમારું ખિસ્સું ખાલી જ ન થાય.

કેટલાક યુરોપિયન રાષ્ટ્રો  મૈત્રીપૂર્ણ પ્રવાસ માટે જાણીતા છે. ભારતીય રૂપિયો પણ અહીં ખૂબ જ મજબૂત છે. જો તમે કોઈ સસ્તી જગ્યા પર વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો શા માટે આ જગ્યાઓની મુલાકાત લેવાનો પ્લાન ન બનાવી શકો,જ્યારે પણ આપણે વિદેશ પ્રવાસ કરવાનું વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં પહેલો વિચાર આવે છે પૈસા અને કોઈ પણ બજેટથી ઉપર જવા માંગતું નથી. આવી સ્થિતિમાં,સોને સૌથી સસ્તી જગ્યાએ જવાનું ગમે છે. જો તમે પણ બજેટ ટ્રાવેલની સાથે વિદેશ પ્રવાસ કરવા માંગો છો,

આજે  યુરોપના એવા દેશો વિશેજાણીએ, જ્યાં ખૂબ જ સસ્તામાં મુસાફરી કરી શકાય . આ દેશોમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘણું વધારે છે.

બસ હવે તમારે ફરવા જવા માટે યુરોપના દેશો ને મોંઘવારીના કારણે નજર અંદાજ કરવાની જરૂર નથી ભારતના રૂપિયાથી પણ તમે ખૂબ મજા કરી શકશો આ યુરોપિયન દેશોમાં.

હંગેરી

એક યુરોપિયન રાષ્ટ્રહંગેરીની સંસ્કૃતિ લોકોને ખૂબ પસંદ છે. મહેલો, લીલાછમ રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવનથી ઘેરાયેલું આ સ્થળ વિશ્વના સૌથી સુંદર દેશોમાંનું એક છે. અહીંની ડેન્યૂબ નદી પર બનેલો ઝૂલતો પુલ ખૂબ જ પ્રખ્યાત છે.  અહીંના આકર્ષક કાફેમાં ખાવાની મજા માણવા જે વી છે  તમે તમારી યાદીમાં શાહી સ્થાપત્યથી બનેલી ઇમારતોને પણ સામેલ કરી શકો છો. તમારે તમારા બજેટ પ્રમાણે અહીં રહેવાનું અને ખાવાનું રહેશે , જેથી તમારું ખિસ્સું બહુ ખાલી ન હોય હંગેરી માં એક ભારતીય રૂપિયાની કિંમત. 4.22 ફોરિન્ટ છે.

બેલારુસ

પૂર્વ યુરોપીયન દેશનું એક એવું રાષ્ટ્ર છે , જે તમને સ્વર્ગ જેવું લાગશે. રોમેન્ટિક શેરીઓમાં, તમને લાલ ઇંટોથી લાઇનવાળી બંને બાજુ ઇમારતો જોવા મળશે. તમે ચોક્કસપણે લીલાછમ જંગલો અને સ્ટાલિનવાદી સ્થાપત્યના પ્રેમમાં પડી જશો. મૂડને તાજું કરવા માટે તમે અહીં કેસિનો, ડિસ્કો અને નાઈટક્લબની મુલાકાત લેવા જેવી છે. અન્ય યુરોપિયન દેશોની સરખામણીએ અહીં ભારતીય રૂપિયો ખૂબ જ મજબૂત છે1 બેલારુસિયન રૂબલ = 23 ઈંગછ

આઇસલેન્ડ

જો તમને નોર્ધન લાઈટ્સ જોવાનું ગમે છે , તો તમને ચોક્કસપણે આઈસલેન્ડ ગમશે. આ એક યુરોપિયન રાષ્ટ્ર છે, જ્યાં ભારતીય ચલણ ખૂબ જ મજબૂત છે. અહીં તમે ઈચ્છો તેટલું ફરવા જઈ શકો છો. આઇસલેન્ડ તેની હિમનદીઓ, ધોધ, લગૂન અને કાળી રેતીના દરિયાકિનારા માટે પણ જાણીતું છે. તમે અહીંના હોટ સ્પ્રિંગ્સમાં હોટ બાથની મજા પણ માણી શકો છો. આ ઉપરાંત આ જગ્યા વ્હેલ જોવા માટે પણ જાણીતી છે. 1₹= 187આઇસલેન્ડિક ક્રોના

સર્બિયા

દક્ષિણપૂર્વ યુરોપમાં સ્થિત આ દેશ તેની અદભૂત સુંદરતા માટે પણ જાણીતો છે. અહીં તમે બરફથી ઢંકાયેલ પર્વતો, ગાઢ જંગલો, પ્રાચીન ટેકરીઓ, બેલગ્રેડનું શહેર કેન્દ્ર અથવા ફ્રુસ્કા ગોરા નેશનલ પાર્ક જેવી આકર્ષક વસ્તુઓ જોઈ શકો છો. અન્ય યુરોપીયન દેશોની સરખામણીમાં સર્બિયામાં રહેવું ખૂબ સસ્તું છે. સૌથી સારી વાત એ છે કે સર્બિયા 2017થી ભારતીયો ચને 30દિવસ સુધીના વિઝા-મુક્ત રોકાણની ઓફર છે.1₹= 1.46 સર્બિયન દિનાર