Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈને રેકોર્ડનો રાજા કહેવામાં આવે છે, તો એ છે કેપ્ટન વિરાટ કોહલી છે. જેણે ટૂંક સમયમાં એવુ સ્થાન પ્રાપ્ત કર્યું, જે સૌથી મોટો ખેલાડી પણ કરી શક્યા નથી. એક નામ જે હંમેશાં આ યાદીમાં ટોચ પર રહે છે તે છે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. પરંતુ ગુરુવારે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન કોહલીએ પણ કેપ્ટન કૂલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. એમએસ ધોનીએ ભારતમાં 30 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા નેતૃત્વ કર્યું, 21માં જીત મેળવી. તો વિરાટ કોહલીને હવે હોમ ગ્રાઉન્ડ પર કેપ્ટન તરીકે 22 ટેસ્ટ જીતી લીધી છે, તેણે ભારતમાં 29 ટેસ્ટમાં ઈન્ડિયાની કપ્તાની સંભાળી છે. કોહલીએ જીતની દ્રષ્ટિએ ધોનીને પાછળ છોડી દીધા છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હોવા છતાં, ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે તેણે માત્ર 27 રન બનાવ્યા હતા. પરંતુ તેની કેપ્ટનશીપમાં ટીમે ફરી એકવાર કમાલી કરી બતાવ્યો હતો.

5 દિવસની ટેસ્ટ મેચ 2 દિવસમાં પૂર્ણ કર્યા બાદ ભારતે ઈંગ્લેન્ડના ખેલાડીઓને 10 વિકેટે હરાવી દીધા હતા. મેચની શરૂઆતમાં, ભારતે ઈંગ્લેન્ડ પર પોતાની પકડ સંપૂર્ણપણે મજબુત કરી દીધી હતી. પહેલા દિવસે તેણે આખી ઈંગ્લેન્ડ ટીમને 112 રન પર ઢેર કરી દીધી, જેના જવાબમાં ભારતે 145 રન બનાવ્યા અને 33 રનની લીડ મેળવી લીધી.

બીજો દિવસ જ્યારે ઇંગ્લેન્ડ ફરીથી બેટિંગ કરવા આવ્યો ત્યારે તે ફક્ત 81 રન જ બનાવી શકી હતી.આવી સ્થિતિમાં ભારતે જીતવા માટે માત્ર 45 રન બનાવ્યા હતા. ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના જીત મેળવી હતી. આ સાથે ટીમે કોહલીની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું.

વર્લ્ડ ક્રિકેટના બેસ્ટ કેપ્ટનમાંના એક રહી ચુકેસા મહિન્દ્ર સિંહ ધોનીને પણ વિરાટ કોહલીએ પાછળ છોડી દીધા છે. જોકે, તેમણે ઘરેલુ પીચ પર મેળવેલી જીતમાં ધોનીને પાછળ છોડી દાધા છે.

કોહલીની કપ્તાની હેઠળ, ભારતે અત્યાર સુધીમાં 29 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 22મેચમાં જીત મેળવી છે. તો ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે કુલ 30 મેચ રમી, જેમાંથી તે 21 જીતવામાં આવી હતી.. આ મામલે કોહલી હવે ધોની કરતા વધુ સારા કેપ્ટન સાબિત થયો છે.

હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે, જેમણે તેની ટીમને 30 જીત અપાવી હતી. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 29 જીત સાથે છે. ત્યારે હવે વિરાટ કોહલી ત્રીજા નંબર પર 22 જીત સાથે છે. આ યાદીમાં હવે એમએસ ધોની 5માં નંબર પર આવ્યો છે.

હવે કોહલીનું આગામી લક્ષ્ય ટી 20 અને વન-ડે ક્રિકેટમાં ધોનીને પાછળ છોડી દેવાનું છે. ધોનીની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ભારતમાં સૌથી વધુ 74 ટેસ્ટ, વન-ડે અને ટી 20 ફોર્મેટ્સ જીત્યા છે. આ મામલેમાં વિરાટ કોહલી હજી પણ તેની પાછળ છે, કારણ કે તેની કેપ્ટનશીપ હેઠળ ભારત અત્યાર સુધીમાં 53 જીતે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.