Abtak Media Google News

કોરોના મહામારીની વચ્ચે લોકો પોતાનું અસ્તિત્વ ટકવા મથી રહ્યા છે, ત્યારે યુએઈ પોલીસે એક ઈમોસ્નલ વિડિઓ સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે વિડિઓ બધાને એટલો પસંદ આવ્યો કે, થોડી જ ક્ષણોમાં વાયરલ થઈ ગયો હતો. વાત એવી છે કે, યુએઈની રાજધાની અબુધાબીમાં ચાર વર્ષિય બીમાર બાળકને પોલીસે પોતાની કારમાં સવારી કરાવી હતી અને રમકડાની ઇલેક્ટ્રિક કાર ભેટમાં આપી હતી.

 


પોલિસનું આ કરવા પાછળનું કારણ હતું કે, તે બાળક શારીરિક રીતે બીમાર છે, અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન બાળકનું એક સપનું હતું કે તે એક ઇલેક્ટ્રિક કાર ખરીદે. આ સપના વિશે પોલીસને જાણ થતા તેને બાળકનું સપનું પૂરું કરી દીધું. તમે વિડિઓમાં જે ૪ વર્ષીય બાળકને જોય રહ્યા છો તેનું નામ મોહમ્મદ-અલ-હરમૌદી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે 4 વર્ષનો મોહમ્મદ-અલ-હર્મૌદી હોસ્પિટલની બહાર ઉભો છે. જ્યાં બાળકનું રંગબેરંગી ફુગ્ગાઓ સાથે સ્વાગત કરવામાં આવે છે. બાળકે પોલીસની ટોપી પહેરી છે. ત્યારે અચાનક જ પોલીસની ગાડી આવી બાળકને તેમા બેસાડી થોડે દુર મુસાફરી માટે લઈ જાય છે. પોલીસ થોડા સમય પછી ઇલેક્ટ્રિક કારના રમકડા ગિફ્ટ આપી હોસ્પિટલએ પાછો મૂકી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.