Abtak Media Google News

આ ફ્લેટ સાથે ફર્નિચરવાળી આવાસ યોજના નથી: રૂડાની સ્પષ્ટતા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન આવાસો પૈકીના ખાલી આવાસોની ફાળવણી માટે  ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ પ્રકારના કુલ ૬૮૮ આવાસો માટે ફાળવણી કરવાની રહે છે. કોરોનાના કપરા સમય બાદ જુન માસ દરમિયાન ધંધા રોજગારને પડેલ મારને ધ્યાને લેતા લોકોએ ફોર્મ ઓછા ભરેલ હતા. પરંતુ હાલ રૂડા દ્વારા તે ખાલી આવાસો માટે ફરીથી ફોર્મ બહાર પડેલ છે. તે અંગે ફક્ત ૨ જ દિવસમાં કુલ ૩૧૯૮ અરજી ફોર્મનું વિતરણ થયું છે.અને  ૯ અરજીઓ  ડીપોઝીટ સાથે પરત આવેલ છે.

આ અંગે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા ઈચ્છતા તમામ આસામીઓને અપીલ કરેલ છે કે આવાસ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬ મી  સુધીમાં વધુમાં વધુ આસામીઓએ દ્વારા લાભ લેવમાં આવે.

વધુમાં રૂડા કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે તાજેતરમાં એક એવી વાત પણ બહાર આવી છે કે રૂડા દ્વારા હાલ જે ખાલી આવાસ યોજનાના ફોર્મ વિતરણ થઇ રહ્યા છે તે આવાસો ફર્નીચરની સગવડતા સાથે આપવાના છે. જોકે આ વાત ખરી નથી. વિશેષમાં લોકોએ નોંધ લેવી કે રૂડા દ્વારા બનાવવામાં આવતા આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગતના હોઈ તેમાં ફર્નીચરની સાથે આવાસો અંગે કોઈ વ્યવસ્થા નથી. પરતું પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની ગાઈડલાઈન્સ અનુસાર તમામ પ્રકારની સુવિધા જેમ કે ઉચ્ચ ગુણવતાનું મટીરીયલ્સ, રસોડામાં કોટા સ્ટોન, બાથરૂમ ફીટીંગ, બારી દરવાજા વગેરેની સુવિધા સાથે ફ્લેટ આપવામાં આવે છે. તો આ બાબતને ધ્યાને લઇ વધુ માં વધુ લોકો આ સુવિધાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે  લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.