Abtak Media Google News

મોટી વાવડીની સીમમાં અવાવરું સ્થળ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ: કામાંધની ધરપકડ

ઉપલેટામાં ૧૨ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૨૨ વર્ષના ઢગાએ કિશોરીને મોટી વાવડીની સીમમાં હવસનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવતા પોલીસે કામાંધની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટામાં ધોરણ-૬માં અભ્યાસ કરતી ૧૨ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં શહેરમાં ભવાનીનગર-૪માં રહેતો અને ચા ની હોટલમાં કામ કરતા ઢગા મુકેશ ભરત સોલંકી (ઉ.વ.૨૨) સામે ગુનો નોંધાયો હતો.

આ અંગે મળતી વધુ વિગત મુજબ આરોપી મુકેશ સોલંકી ઉપલેટાની કિશોરીને ચોકલેટ અને રોકડ રૂપિયાની લાલચ આપી હવસનો શિકકર બનાવતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં થોડા દિવસ પહેલા કિશોરી ટ્યુશનમાં જતી હતી ત્યારે હવસખોરે પોતાના બાઇક પર કિશોરીને બેસાડી મોટી વાવડી ગામની સીમમાં અવાવરું સ્થળ પર હવસનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ફરિયાદ પરથી મુકેશ સોલંકી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.