Abtak Media Google News

કાળી ડાંડીનો ડમરો રાસની અદ્ભૂત કૃતિ જોવા લ્હાવો લેતા શહેરી અગ્રણી

પ્રાંત અધિકારી ગોવિંદજી મહાવદિયા દ્વારા મહાઆરતી ઉતારી નવલા નોરતાનો પ્રારંભ

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

શહેરમાં છેલ્લા ચાર દાયકાથી અર્વાચીન યુગમાં પણ પ્રાચીન રાસ ગરબાને જાળવી રાખનાર પત્રકાર સંઘ આયોજીત નવયુગ ગરબી મંડળમાં કાળી ડાંડીનો ડમરો અને વંદે માતરમ રાસ જોવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નવયુગ ગરબી મંડળ દ્વારા કોઇપણ જાતની ફી લીધા વગર આજે પણ ચાર દાયકાથી પરંપરા જાળવી રાખી આજે પણ ધાર્મિક અને દેશભક્તિના વંદે માતરમ… કાળી ડાંડીનો ડમરો… જેવા રાસ શહેરીજનો મન મોહી લીધા છે. ગઇકાલે ધારીના પ્રાત અધિકારી ગોવિંદજી મહાવદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, તાલુકા સંઘના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ સુવા, આહિર અગ્રણી રણમલભાઇ ગંભીર, બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઇ નંદાણીયા, ડી.ડી.જ્વેલર્સ પરિવારના દેવંતભાઇ ધોળકિયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવ્યા હતા. જ્યારે જાણીતા દેશભક્ત ગીરીશભાઇ શિશાંગીયા પોતાની સુમધુર વાણીમાં શહેરીજનો અને મહેમાનોનું આવકારી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.