Abtak Media Google News

સમાજ ‘સાથી હાથ બઢાના’ કરે તો ‘આશરો’ સાકાર થાય

સરકારે જમીન, સહાય આપી પણ મોંધવારીમાં મકાનોનું કામ માંડ લીન્ટલ લેવલ સુધી પહોચ્યું

દુનિયાનો છેડો એટલે ઘર પણ ઘર જ ન હોય તો માનવી જીવન જીવી શકે કેમ? વીરપુરમાં વસતા વિચરતી અને વિમુકત જાતિના ૧૮ પરિવારો વસવાટ કરે છે પણ તેમને રહેવાનો આશરો હજુ સુધી પૂર્ણ થઇ શકયો નથી.

આ પરિવારોને સરકારે જમીન આપી મકાન માટે ૧.૨૦ લાખની સહાય પણ આપી પણ આ મોંધવારીના સમયમાં આટલા નાણાંમાં લેટર્ન લેવલ સુધી મકાન બન્યા પણ આ પરિવારો મકાનનું આગળનું કામ કરી શકે તેમ નથી. આથી દાતા પરિવારો, ટ્રસ્ટ કે સખાવતી સઁસ્થાઓ વ્યકિતગત કે સાંસદ, ધારાસભ્યો કે સેવકો પોતાની ગ્રાંટ થકી સહાય કરે તો આ પરિવારો ઘરની સુવિધા મેળવી શકે આ અંગે સૌને યથાશકિત  ‘સાથી હાથ બઢાના’ કરવા પરિવારોએ અપીલ કરી છે. આ પરિવારોને મકાનો પૂર્ણ કરવા માટે મકાન દીઠ એક એક લાખની જરૂર હોવાનું આ સમાજે જણાવ્યું હતું.

વીરપુર પૂ.જલારામ બાપાની પવિત્ર ભુમીમાં વિચરતી અને વિમુક્ત જાતીના ગાડલીયા લુહારીયા સમુદાયના લોકો વર્ષોથી વસવાટ કરે છે ગામમાં ગાડલીયા લુહાર સમુદાયના ૧૮પરિવારો રહે છે. સરકારની મદદથી એમને રહેવા પ્લોટ મળ્યા ને મકાન બાંધવા માટે ૧,૨૦,૦૦૦ /-ની સહાય પણ મળી છે. પણ આટલી રકમમાં આ કાળઝાળ મોંઘવારીમાં ઘર બાંધકામ પુરુ થાય ખરું..??? જે પરિવારોના ઘર બાંધવાના છે તેમની રહેણાંકની હાલની હાલત ફોટોમાં જોઈ શકાય છે. આ લોકો માંથી કોઈ પાસે વધારે પૈસાની સગવડ નથી કે કામ પૂર્ણ કરે ઘરમાં લાઈટ નું કામ, પાણી ફિટિંગનું કામ અને લાદી પ્લાસ્ટર પણ બાકી છે. વળી પાછું પડયા પર પાટુ ત્રણ મહિના ધંધો રોજગાર પણ બંધ આવા સંજોગોમાં ઘરમાં પુરૂ કરવાનું મુશ્કેલ બન્યુ છે. આ સ્થિતિ જોઈને દરેક પરિવારને શક્ય એટલી મદદ કરવા લોકોને અપીલ કરાઇ છે. મદદ માટે જોઈતું ભડોળ ભેગુ થઈ રહેશે તેવી ગાડલીયા લુહારમા સમુદાયને આશા છે. ન ધરા સુધી ન ગગન સુધી, ન સાગર ના કિનારા સુધી અમારે બસ પહોંચવું છે સફળતા ના શિખરો સુધી આ પરિવારોને આપ “કાઠિયાવાડ ગાડલીયા લુહારીયા સમાજ-વીરપુર” બેંક એકાઉન્ટ મારફતે પણ મદદ મોકલી શકો છો

સંસ્થાની બેંક વિગત

(KATHIYAWAD GADALIYA LUHARIYA SAMAJ VIRPUR)(ACCOUNT)315001010032191 (IFSC CODE)UBIN0531502 (MICR CODE)360026502(BANK)UNION BANK OF INDIA(BRANCH) VIRPUR JALARAM

વધારે વિગત માટે સંસ્થાના પ્રમુખ દેવરાજ રાઠોડ ૯૮૯૮૩૧૦૭૭૮નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.