Abtak Media Google News

કરવત અને ધોકાથી માર માર્યાનો મહિલા સહિત ચાર સામે નોંધાતો ગુનો

ગોંડલ ચોકડી નજીક  આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં અમારી ખોટી વાતો કેમ કરો છો અને અમારી દુકાને કેમ બેસવા આવો છો. તેમ કહી પાડોશી મહિલા સહિત ચાર શખ્સોએ કરવત અને ધોકાથી હુમલો કરતા મહિલા સહિત ચાર ઘવાયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિશ્ર્વ કર્મા સોસાયટીમાં રહેતા હનીફાબેન ગુલાલહુશેન નાસીર ઉર્ફે ભગત ગુલામ હુસેન, વલી મહંમદ ઉર્ફે પાપુ, ગુલામહુસેન માણેક અને ગુલામહુસેન મુસા માણેક નામના શખ્સોએ કરવત અને ધોકાથી માર માર્યાની નીતેશભાઇ સાજણભાઇ ચૌધરીએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોધાવી છે.

હુમલામાં સાજણભાઇ જોગીભાઇ, નિલમબેન ચૌધરી, અજય ચૌધરી અને નિતેશ ચૌધરી ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ગુલામહુસેન માણેક અને સાજણભાઇ ચૌધરી બાજુ બાજુમાં રહે છે. બન્ને વચ્ચે અમારી ખોટી વાતો કેમ કરો છો અને અમારી દુકાને કેમ બેસવા આવવો છો. ના મુદે ઝડઘો થતા ગુલામહુસેન તેની પત્ની અને બે પુત્રોએ કરવત અને ધોકાથી માર માર્યાનું ફરીયાદમા જણાવ્યું છે.

તાલુકા પોલીસે નિલેશભાઇ ચૌધરીની ફરીયાદ પરથી ગુલામહુસેન માણેક સહિત ચાર સામે ગુનો નોંધી પીએસઆઇ પી.પી. ચાવડા અને એ.જી. ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.