Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જ્યાં માનવી ત્યાં સુવિધા અને સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં રાધિકાપાર્ક અને રાજલક્ષ્મી સોસાયટી સોમનગરને જોડતો પાટાની પેરેલલ ટી.પી. રોડને ડામર કામ કરવાના કામનું ખાતમુહુર્ત કરતા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી.પટેલ, વોર્ડ અગ્રણીય ભરતભાઈ લીંબાસીયા, રામભાઈ બિહારી, સંજયભાઈ રાઠોડ, રવિભાઈ ગોહેલ સહિત બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.