ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે આદિત્ય ગઢવીનો ફેન નહિ હોય. લોકગાયક આદિત્ય ગઢવી ૧૮ વર્ષની વયે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા ગાયક છે. તે ઈ-ટીવી લોક ગાયક ગુજરાતના વિજેતા પણ રહી ચુક્યા છે.આદિત્ય  ગઢવીનો  સુરીલો અને પહાડી અવાજ માત્ર ગુજરાત  જ નહિ પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી ઉઠ્યો છે.who is aaditya gadhvi2

ગુજરાતી સીનેમાને આદિત્યના અવાજે એક નવી ઓળખ આપી છે, આ ઉપરાંત તેને બોલીવુડના ખ્યાતનામ સંગીતકાર , ગાયક એ આર રહેમાન સાથે પણ કામ કર્યું છે. એ પી એલ માં ગુજરાત ટાઈટનની ટીમનું એન્થમ સોંગ “આવા દે” માં પણ તેને લોકોને ઝુમાવ્યા હતા. તાજેતરમાં જ તેમના સુરીલા અવાજમાં કોક સ્ટુડીઓ ભારત દ્વારા ‘ખલાસી’ પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેને લોકોએ દિલથી વધાવ્યું છે.

આદિત્ય ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા મુળી ગામના વતની છે. ગઢવી ના પિતા યોગેશ ગઢવીના દાદાજી શિવદાસજી મૂળી સ્ટેટના રાજ કવિ હતા. આદિત્ય ગઢવી અને તેમના પૂર્વજોને સંગીત અને સાહિત્ય તેઓના વારસામાંથી જ મળેલું હતું અને નાનપણથી આદિત્ય ગઢવીને સાહિત્ય અને સંગીતની પ્રત્યે એક અલગ જ પ્રેમ અને નાતો હતો.

who is aaditya gadhvi3

ચારથી પાંચ વર્ષની ઉંમરે જ આદિત્ય ગઢવી એ ગાવાની શરૂઆત કરી હતી. આદિત્ય ગઢવીને કેટલીક વાતો અને કેટલાક સંસ્કારો તેમજ સંગીત અને સાહિત્ય તેમના સંસ્કારોમાં જ છે અને તેમને વારસામાં મળી હતી. આદિત્ય ગઢવીના જન્મદિવસ વિશે વાત કરવામાં આવે તો, 3 એપ્રિલ 1994 ના દિવસે તેમનો જન્મ થયો હતો અને તેના પિતા યોગેશભાઈ ગઢવી પાસેથી સંગીત અને સાહિત્ય તેમને વારસામાં મળ્યું હતું.

જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ જાતે જ હાર્મોનિયમ વગાડતા શીખી ગયા હતા અને ધીરે ધીરે પોતાના પિતાની પાસેથી ઘણી બધી વાતો શીખવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. પોતાના જીવનની અંદર આદિત્ય ગઢવી એ ખૂબ જ વધારે મહેનત અને ખૂબ જ સંઘર્ષ કર્યા પછી સંગીતની સાથે એક સારો એવો સંબંધ બંધાયો હતો. લોક ગાયક ગુજરાતના સારા એવા કલાકાર બનવું આદિત્ય ગઢવીના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો. આદિત્ય ગઢવી અત્યારે લોકસંગીતના કાર્યક્રમ અને ડાયરાના કાર્યક્રમ કરે છે. આદિત્ય ગઢવી એ ગાયેલા ઘણા બધા ગીતો આજના સમયમાં ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

આ વખતે નવરાત્રીમાં કયા શહેરમાં પરફોર્મ કરશે ?

આ વખતે નવરાત્રીમાં  અમદાવાદ અને ગાંધીનગરમાં  આદિત્ય ગઢવી ધૂમ મચાવશે .  તે અમદાવાદીઓને નવ દિવસ સુધી  ગરબાના તાલે  જુમાવશે . અમદાવાદના  અલગ અલગ  વિસ્તારોમાં નવરાત્રીમાં પોતાના સ્વરે મોજ કરાવશે .

who is aaditya gadhvi4

આદિત્ય ગઢવીનું નવરાત્રિનું શિડ્યુલ :

13 ઓકટોબરે સ્વર્ન્નિમ યુનિવર્સિટી ખાતે તે પરફોર્મ કરશે .

15 ઓકટોબરે  એસિસ ગરબા અમદાવાદ ખાતે પરફોર્મ કરશે

16 ઓકટોબરે  ગરબા ગેટવે , એસ .એસ ફાર્મ ખાતે પરફોર્મ કરશે

17 ઓકટોબરે  નવામી રાસલીલા ખાતે પરફોર્મ કરશે

18 ઓકટોબરે વાઈબ વીથ નાઈટમાં પરફોર્મ કરશે

19 ઓકટોબરે  શેરી ગરબા nks ખાતે પરફોર્મ કરશે  .

20 ઓકટોબરે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે પરફોર્મ કરશે  .

21 ઓકટોબરે વ્રજ ગાર્ડન ખાતે પરફોર્મ કરશે .

22 ઓકટોબરે અમદાવાદના ગરબા , અદાણી શાંતિગ્રામ ખાતે પરફોર્મ કરશે .

23 ઓકટોબરે  ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ ખાતે પરફોર્મ કરશે .

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.