Abtak Media Google News
284 શાળા, હોસ્પિટલો અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાંથી 282ને ફાયર શાખાએ એનઓસી આપી

અબતક,જામનગર

જામનગરમાં શાળા હોસ્પિટલો અને હાઈરાઈઝ બિલ્ડીંગોમાં 284 માંથી 282ને ફાયર શાખા દ્વારા ગઘઈ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે ફાયર ગઘઈ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ જામનગરમાં સરકારી તથા ખાનગી શાળાઓ અને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોએ ફાયર ગઘઈ મેળવી લીધી છે. જોકે, જામનગર મહાનગરપાલિકામાં જ ફાયર સિસ્ટમ નિષ્ક્રિય હાલતમાં પડી છે. જામનગર શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સિસ્ટમ અને ગઘઈ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે મહાનગર પાલિકા ના ઘરમાં જ ફાયર સિસ્ટમ કાર્યરત નથી. જામનગર મહાનગર પાલિકામાં ફાયર સિસ્ટમ નથી. જ્યારે શહેરમાં શાળાઓ, હોસ્પિટલર્સ, હાઈરાઇઝ બિલ્ડીંગા ેમાં ફાયર સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય છે અને ફાયર વિભાગ દ્વારા ગઘઈ આપવામાં આવી છે.જામનગરમાં 110 જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલો આવેલી છે. જેમાં 106 ખાનગી હોસ્પિટલ છે, જેઓએ ફાયર ગઘઈ મેળવી લીધી છે. જામનગરની ચાર સરકારી હોસ્પિટલ કાર્યરત છે. જેમાં 3 સરકારી હોસ્પિટલે ફાયર ગઘઈ મેળવી લીધી છે જ્યારે એક સરકારી મેન્ટલ હોસ્પિટલે ફાયર ગઘઈ મેળવી નથી. જેથી તેને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે મેન્ટલ હોસ્પિટલ દ્વારા ફાયર સિસ્ટમ નાખવાની કામગીરી હાલ કાર્યરત છે અને ટૂંક સમયમાં મળી જશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગરમાં 39 સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં 38 શાળાઓએ ગઘઈ મેળવી લીધી છે અને એક શાળામાં ગઘઈ મેળવવાનું બાકી છે. જામનગરની સરકારી વિભાજી હાઈસ્કૂલમાં ગઘઈ મેળવવાની બાકી છે.

ફાયર બ્રિગેડની સિસ્ટમ કાર્યરત માટે શું છે નિયમો?

શાળા કે હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી ફાયર સેફટી માટે ફાયરના બાટલા મૂકવામાં આવે છે અને સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ આપવાનું રહે છે. શાળાઓ અને હોસ્પિટલોમાં 9 મીટર ઉપર ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ નાખવી ફરજિયાત છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં 15 મીટરથી ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ નાખવી ફરજિયાત છે. જે અંતર્ગત આવતી 135 બિલ્ડિંગોમાં સંપૂર્ણપણે ફાયર સિસ્ટમ કાર્યરત છે તેને ફાયર બ્રિગેડ શાખા દ્વારા ગઘઈ આપવામાં આવી છે. જામનગરમાં શાળા, હોસ્પિટલો અને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડની સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. શહેરમાં 284 જેટલી શાળા, હોસ્પિટલ અને હાઇરાઇઝ બિલ્ડીંગો આવેલી છે તેમાથી 282 જેટલી શાળા, હોસ્પિટલ અને હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર બ્રિગેડની શાખા દ્વારા ફાયર સિસ્ટમ કાર્યરત છે તેવી ગઘઈ આપવામાં આવી છે. જામનગરની વાત કરીએ તો ફાયર સેફટી માટે ગુજરાતમાં જામનગરમાં મોટાભાગના વિસ્તારમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત છે અને ગઘઈ મેળવ્યું છે તેવું ગુજરાતનું પ્રથમ મહાનગર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.