Abtak Media Google News

આજે વિશ્વ નિંદર દિવસ

ઊંઘની જરૂરિયાત વિષય પર મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ દ્વારા 1264 લોકો પર સર્વે કરાયો જેમાં ચોંકાવનાર ખુલાસા બહાર આવ્યા

આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ આહાર અને કસરત તંદુરસ્ત જીવન માટે જરૂરી છે એ સાથે જ  પૂરતી ઉંઘ લેવી એ સ્વાસ્થ્ય માટે મહત્વનો મુદ્દો છે.  ઊંઘ શરીરને આરામ અને ઊર્જા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. ઊંઘ શારીરિક અને મનોવૈજ્ઞાનિક કાર્યો પર પણ અસર કરે છે.  ઊંઘની માત્રા અને ગુણવત્તા જાગતી વખતે શ્રેષ્ઠ સતર્કતા જાળવવામાં મદદ કરે છે.  દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોવા છતાં, પુખ્ત વ્યક્તિએ દિવસમાં આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ.  જ્યારે બાળકોને 8 કલાકથી વધુ ઊંઘની જરૂર હોય છે.

આજકાલ, વિવિધ કારણોસર ઘણા લોકોને પૂરતી ઊંઘ નથી મળતી અને તેઓ લાંબા સમય સુધી ઊંઘથી વંચિત રહે છે.  કેટલાક લોકો નાર્કોલેપ્સી અને અન્ય રોગો જેવી ઊંઘની વિકૃતિઓથી પીડાય છે.  સામાન્ય રીતે, ઊંઘની પેટર્ન ઘણા કારણથી બગડતી જોવા મળે છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ દ્વારા 1264 (620 પુરુષ અને 644 મહિલાઓ) લોકો પર કરેલ સર્વેના આધારે કહી શકાય.

સર્વેના તારણો

  • 27.90 % લોકો ઊંઘની સમસ્યાઓ અનુભવે છે..
  • 21% પુરુષોને કોઈને કોઈ નીંદર સંદર્ભે સમસ્યાઓ છે.
  • 36% સ્ત્રીઓને નિંદરની સમસ્યાઓ અનુભવે છે.
  • 36.90% પુરુષોએ કહ્યું કે નીંદરની સમસ્યા માટે વ્યસન અને સ્ટ્રેસ જવાબદાર છે.
  • 45% સ્ત્રીઓએ કબૂલ્યું કે આવેગિક સમસ્યાઓ અને ઘર કંકાસ નિંદર ની સમસ્યા માટે જવાબદાર..
  • કોરોના પછી નિંદર ની સમસ્યાઓ વધી છે એવું 36% લોકોએ જણાવ્યું..
  • જુદીજુદી ચિંતાથી નિંદર નથી આવતી એવું 21% લોકોએ જણાવ્યું..
  • ઘર કુટુંબની ચિંતાને કારણે 34.65%લોકોને ઊંઘની સમસ્યા અનુભવાય છે.

ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો

  • તણાવપૂર્ણ જીવન
  • કૌટુંબિક જવાબદારીઓ
  • વ્યસ્ત જીવન
  • આંતરસ્ત્રાવીય
  • હતાશા
  • ચિંતા
  • થાક
  • બેચેની

સ્લીપ ડિસઓર્ડરના લક્ષણો

  • ઊંઘમાં મુશ્કેલી
  • દિવસભરનો થાક
  • દિવસ દરમિયાન ઊંઘવાની તીવ્ર ઇચ્છા.
  • અસામાન્ય શ્વાસની પેટર્ન.
  • સૂતી વખતે અસામાન્ય હલનચલન અથવા અન્ય અનુભવો.
  • ચીડિયાપણું અથવા ચિંતા.
  • કાર્ય કરવાના સ્થળે નબળું પ્રદર્શન.
  • ધ્યાનનો અભાવ
  • હતાશા.
  • વજન વધવું.

કેસો

હોળીના દિવસે અમારા વિસ્તારમાં વરસાદના કારણે હોળી ન પ્રગટી ત્યારથી મારા સાસુને કઈક અઘટિત ઘટના બનશે એવા વહેમ સતત મનમાં રાખે અને રાત્રે ઊંઘતા નથી. એવી બીક જ રાખે છે કે કંઈક થશે તો શું કરીશું?

નવો કઈક વાયરસ આવ્યો જે 

H3N2 એને કારણે મારા પપાને સતત એ ભય છે કે ફરી પાછો અમારો ધંધો પડી ભાંગશે તો?અમારે ફૂડ પાર્લર છે અને તેની ચિંતામાં મારા પપ્પા આખી રાત સુતા નથી અને વિચારો જ કર્યા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.