Abtak Media Google News

ગુરૂદેવ ગાદીપતિ ગિરીશચંદ્રજી મ.સા.ના જીવન ચરિત્રને કૃતિઓ દ્વારા જીવંત કરાયુ

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણ ગુરૂદેવના સુશિષ્ય પરમ દાર્શનિક પૂ.જયંતિલાલજી મ.સા.ના સુશિષ્ય વાણી ભૂષણ પૂ.ગિરી ગુરૂદેવના ગાદીપતિ ઉદ્ઘોષણાના 9માં સ્મૃતિવર્ષના પાવન દીનને લઇને રાજકોટમાં શેઠ ઉપાશ્રય જૈન સંઘના પ્રાંગણે આજથી ત્રિ-દિવસીય એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે કરવામાં આવ્યું છે. આ એક્ઝીબીશનમાં ગુરૂ ભક્તોએ પૂ.ગુરૂદેવ ગાદીપતિ ગિરિશચંદ્રજી મ.સા.ના જીવન ચરિત્રને અનુલક્ષીને વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી. તે પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગિરીશમુનિ મ.સા.એ લખેલા 45 પુસ્તકો દર્શાવવામાં આવ્યાં: ચંદ્રકાંત શેઠ

Dsc 2832 Scaled

‘અબતક’ સાથેની વાતચીતમાં ચંદ્રકાંત શેઠે જણાવ્યું હતું કે શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે એવા સંતની યાદીમાં એક્ઝીબીશન રાખવામાં આવ્યું છે. ઘણા દિવસો પહેલા જ તૈયારીઓ કરવામાં આવી હતી. અમારા ગાદિપતિ કે જેઓએ સવા લાખ કિલોમીટરનો ભારતભરમાં વિહાર કર્યો. 15 રાજ્યોમાં વિસ્મરણ કર્યું છે. સેવા આધ્યાત્મિક અને ધાર્મિક એવા પાયા નાખેલ. જેના કારણે નવી પેઢી ઉભરી આવી છે અને અનેક સેવાના કાર્યો થઇ રહ્યાં છે. ગાદીપતિ અમારે જૈન સંઘના આંગણે બિરાજમાન હતા.

તેઓની પાલખી અહિંથી જ નિકળી હતી. અમારા સંપ્રદાય પર જેનો અનંત ઉપકાર છે. એવા ગાદીપતિ ગીરીશ મુનિ દેવ મૂળ ગોંડલના પરંતુ ગોંડલ સંપ્રદાયના વડીલ સંત હોવા છતા નાનામાં નાના સતીજી, સંતોની સેવા, જતન, વૈયાવચ્ચ કરી હતી. બધા જ શ્રાવક-શ્રાવીકાઓ ગીરીશમુનિ મહારાજથી જાણીતા હતા. તેઓને વાણીભૂષણ એટલે કહેવામાં આવતા કે તેઓની બહુ જ મીઠી-મધુર વાણી હતી.

ગાદીપતિની સ્થાપના થઇ તેના ઉદ્ઘોષણાના 9માં સ્મૃતિદિનની ઉજવણી અંતર્ગત એક્ઝીબીશન યોજવામાં આવ્યું છે. તેમના જ સુશિષ્ય ગુજરાત રત્ન પૂ.શુશાંતમુનિ મહારાજ સાહેબની તથા 24 મહાસતિની નિશ્રામાં અમે પ્રદર્શનનું ઉદ્ઘાટન મેયર ડો.પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. તેઓએ લખેલ 45 પુસ્તકો દર્શાવવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.