Abtak Media Google News

સંયમ જીવનના 65 વષે પૂણે

ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સા.ના પરિવારના ગોં. સં.ના સૌથી વડીલ અને ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા.ની 65 મી સંયમ જયંતિ રાજકોટ, અમદાવાદ,ચેન્નાઈ ખાતે ધર્મોલ્લાસભેર ઉજવાશે. સૌરાષ્ટ્રના બલદાણા ખાતે તા. 2/5/1938 અખાત્રીજના પવિત્ર દિવસે  રત્નકુક્ષિણી માતુશ્રી ગંગાબેન અને પ્રેમાળ પિતા નારણભાઈ ધરતી પુત્ર પરિવારમાં તેઓનો જન્મ  થયો હતો.

રાજકોટ ભક્તિનગર સંઘમાં બીરાજમાન સાધ્વી શરત્ના પૂ.ભાનુબાઈ મ.સ.એ જણાવ્યું કે પૂ.ગુરુદેવ જશરાજજી મ.સ.નું જીવન અન્યથી અનોખું છે.તેઓ કાયમ કહેતાં હોય છે કે જગતની દરેક ક્રિયા માત્ર સાક્ષી ભાવથી જોયા કરવી પરંતુ તેમાં ભળીને રાગ – દ્ગેષ કરવા નહીં. દુલેભ માનવ ભવ મળ્યો છે તેનું સદ્દપયોગ કરી લેવો.

રાજકોટ ગીત ગૂજેરી સંઘના ટ્રસ્ટી શિરીષભાઈ બાટવીયાએ જણાવ્યું કે  ઈ.સ.1974 માં ઉપલેટાની પાવન ભૂમિ ઉપર પૂ.જશરાજજી મ.સાહેબે બાટવીયા પરિવારના પૂ.જયોત્સનાજી મ.સ.સહિત  એક સાથે ચાર આત્માઓને દીક્ષાના દાન આપેલ. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.જશરાજજી મ.સા.ની દીક્ષા જેઠ સુદ પાંચમ વિ.સં.2013 તા.3/6/1957 માં થયેલ. 20 વષેની ભર યુવાન વયે સૌરાષ્ટ્રના માંગરોળની ધન્ય ધરા ઉપર આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સાહેબે તેઓને દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ. તેઓની 85 વષેની ઉંમર છે. 65 વષેનો સુદીઘે સંયમ પયોય ધરાવે છે.

ચેન્નાઈના સેવાભાવી બકુલેશભાઈ વિરાણીએ જણાવ્યું કે ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.ગુરુ ભગવંત  જશરાજજી મ.સાહેબે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કણોટક વગેરે ક્ષેત્રોમાં વિચરણ કરી મહાવીરનો ધમે સંદેશ ફેલાવેલ.ઈ.સ.1992 માં તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.સાથે વિહાર દરમ્યાન મિલન થયેલ તે સમયે સતત ત્રીસ દિવસ 85 પૂ.મહાસતિજીઓ અને તપોધની સાથે આગમ વાંચના – સ્વાધ્યાય કરેલ.જે ઐતિહાસિક અવસર ચતુર્વિધ સંઘના સ્મરણમાં છે.ઈ.સ.1993 માં દક્ષિણ ભારતમાં પદાપેણ કરેલ.રાજકોટ શ્રમજીવી સ્થા.જૈન સંઘના સેવાભાવી  મહેશભાઈ મહેતાએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી પૂ.ગુરુદેવ ચેન્નાઈ (મહાબલીપૂરમ)માં  બીરાજમાન છે. આત્મ ભાવ અને જ્ઞાન – ધ્યાનમાં મસ્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.18/9/2017 ના શુભ દિવસે પૂ.ગુરુદેવ   જશરાજજી મ.સા.ને ” ગોંડલ ગચ્છ શિરોમણી ” થી વિભુષિત કરી નવાજેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.