Abtak Media Google News

રાજયની ૮ મહાનગરપાલિકાની મેયર ઈલેવન અને કમિશનર ઈલેવન વચ્ચે સતત ૮ દિવસ જામશે ક્રિકેટ જંગ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન

રાજકોટ મહાનગરપાલિકાનાં યજમાનપદે રમાનારી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો આવતીકાલે ભવ્યાથી ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. સતત એક સપ્તાહ સુધી રાજયની ૮ મહાનગરપાલિકાની મેયર અને કમિશનર ઈલેવન વચ્ચે સતત આઠ દિવસ સુધી ક્રિકેટ જંગ જામશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સમાજ કલ્યાણ  સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા.૦૮/૦૬/૨૦૧૯ સુધી ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે.

ઓલ ગુજરાત કોર્પોરેશન ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત રાજયના જુદાં જુદાં મહાનગરોમાં છેલ્લા ૧૨ વર્ષથી યોજાય છે. આ ટુર્નામેન્ટમાં મેયર ઈલેવન તથા કમિશનર ઈલેવન ટીમો ભાગ લ્યે છે. પારિવારિક ભાવના મજબુત બને તેમજ તમામ શહેરોના વિકાસ કામો અંગે પણ ચર્ચા થાય અને એકબીજા શહેરોની માહિતીથી વાકેફ થાય તેવા શુભ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરોની મેયર ઈલેવન તથા કમિશનર ઈલેવન ટીમો ભાગ લેનાર છે. ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકાના જુદાં જુદાં વિભાગના અધિકારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.

114122

ચાલુ વર્ષે ૨૦૧૯-૨૦માં રાજકોટ મહાનગરપાલિકાના યજમાન પદે તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા.૦૮/૦૬/૨૦૧૯ સુધી ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. ૧લી જુન ૨૦૧૯ના રોજ રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્ હસ્તે થશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સી.ઓ. નિરંજનભાઈ શાહ, ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

દરરોજ બે મેચ યોજાશે, જેમાં કમિશનર ઇલેવનનો પ્રથમ મેચ બપોરના ૦૪:૦૦ થી સાંજના ૦૭:૨૦ સુધી યોજાશે. જયારે મેયર ઈલેવનનો મેચ રાત્રીના ૦૮:૦૦ થી ૧૧:૨૦ સુધી યોજાશે. બન્ને મેચના દરરોજ પ્રારંભ/સમાપન, ઇનામ વિતરણ પ્રસંગે જુદાં જુદાં મહેમાનો ઉપસ્થિત રહેશે. આ મેચમાં ડીજેના સંગ તેમજ એલ.ઈ.ડી. વિગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ ટીમોને રહેવા, જમવા તેમજ આનુસાંગિક તમામ વ્યવસ્થા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.

આ ક્રિકેટ મેચ માણવા શહેરના તમામ નગરજનો, રમતવીરો, વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ વિગેરેને હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

ટીમ મેયર ઈલેવન 

ટીમ કમિશનર ઈલેવન

નીતિન ભારદ્વાજ-કેપ્ટન 

જીગ્નેશ જોષી-કેપ્ટન

અરવિંદ રૈયાણી 

પંકજ પીપળીયા

અજય પરમાર 

નિકુંજ પંડ્યા

પુષ્કર પટેલ 

પ્રશાંત વ્યાસ

મનીષ રાડીયા 

મહેશ ગરાસીયા

કશ્યપ શુક્લ

જયમીન ઠાકર 

રાજેશ ભાલોડીયા

પુર્વેષ રાજપરા

મુકેશ રાદડિયા 

હિરેન માખેચા

અનિલ રાઠોડ

જીતુ મકવાણા

અશ્વિન ભોરણીયા

પરેશ ચુડાસમા

રાજુ અઘેરા

રાજ ગોહેલ

પરેશ પીપળીયા

મૌલીક ટાંક

મકબુલ દાઉદાણી

પ્રકાશ બગડા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.