Abtak Media Google News

પ્રસુતિ તેમજ દુરબીન મારફત ગર્ભાશયની કોથળીનું ઓપરેશન અને સારવાર

શહેરના મધ્યમાં આવેલ અને રાહત દરે નિદાન અને સારવાર આપવા માટે નામના પ્રાપ્ત કરી ચૂકેલી   પંચનાથ હોસ્પિટલને રાજકોટ શહેર અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં થી ગાયનેકવિભાગ શરૂ કરવા માટે અનેક લોકોએ રૂબરૂમાં, ત્રવ્યવહાર,દ્વારા ફોન ,એસએમએસ/એમએમએસ ,વોટ્સએપ કે ઇ-+મેઇલના માધ્યમ થકી અનેક રજૂઆતો મળી હતી આ તમામની લાગણી અને માંગણીને વાચા આપીને સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાની સેવા કાજે દેવાધિદેવ મહાદેવના આર્શિવાદ તેમજ અનેક લોકોએ પાઠવેલી શુભેચ્છાઓ સાથે ફુલટાઈમ ગાયનેક વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલના પાંચમા માળે સર્જરી માટે 450 થી વધારે સ્ક્વેર ફૂટ જગ્યામાં ત્રણ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા બેક્ટેરિયા રહીત મોડ્યુલરઓપરેશન થિયેટરો એ.એચ.યુ. સુવિધા ધરાવતા હોવાથી હેપાફિલ્ટર દ્વારા વાયરસ મુક્ત રહે છે. ઓપરેશન થિયેટરની દિવાલો સિલ્વર આઇએનસીસી કોટેડ હોવાથી કોઈ પણ પ્રકારના વાયરસ ઉત્પન્ન થતા નથી તેવો કંપનીનો મજબૂત દાવો છે . ઓપરેશનના ટેબલો 340 કિલોગ્રામ સુધી દર્દીઓનુ વજન ગહન કરવાની ક્ષમતા ધરાવે છે તદ્પરાંત તમામ બેડ જાપાનની પ્રખ્યાત પેરેમાઉન્ટ કંપનીના વસાવેલા છે તેની વિશેષતા એછે કે આ બેડ 350 મીમીની ત્રિજ્યામા ઉપર નીચે થઇ શકતું હોવાથી દર્દીઓને બેડ પર આસાની થી સુવડાવીશકાય છે અને આસાની થી બેડપર થી નીચે ઉતારી શકાય છે.

Screenshot 1

ડો. ધ્વનિમહેતા ( એમબીબીએસ, એમએસ, ઓબીજીવાય ) ની ફુલટાઈમ ગાયનેક સર્જન તરીકેની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ એમબીબીએસની ડીગ્રી શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મેડિકલ કોલેજ મણીનગર અમદાવાદ ખાતે થી ડીસેમ્બર 2016 મા પ્રાપ્ત કરેલ છે તેમજ ઓબીજીવાયની માસ્ટર ડીગ્રી કેએસકે વી કરછ યુનિવર્સિટી માંથી પ્રથમ રેન્ક સાથે જુન 2020 મા પ્રાપ્ત કરી ચૂક્યા છે

ઓક્ટોબર 2018 મા જામનગર ખાતે યોજવામાં આવેલ રાજ્ય કક્ષાના સેમીનાર માં રજૂ કરેલા સંશોધન પત્રમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ તો માતાને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ગર્ભમાં રહેલ બાળકના અતિઆધુનિક સીટીસી મશીન દ્વારા હાર્ટ બીટ્સ સમયાંતરે માપવામાં આવે છે સાથોસાથ રાઉન્ડધ કલોક તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા માતાની તબિયત પણ સ્વસ્થ રહે તે માટે સજાગ રહે છે બાળક ના જન્મ થયા પછી ઝડપ થી બાળરોગ નિષ્ણાત તબીબ વીઝીટ લે છે અને તેમના દ્વારા તાજા જન્મેલા બાળકની તાત્કાલિક અસરથી જ શારીરિક ચકાસણી શરૂ કરવામાં આવે છે સામાન્ય રીતે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મોટા ભાગના નવજાત શિશુને કમળાની અસર જોવા મળે છે આવા સંજોગોમાં બાળક ને લેબર રૂમમાં તબદીલ કરવામાં આવેછે જ્યાં અસરકારક રીતે વોર્મર પધ્ધતિ અથવા તો ફોટોથેરાપી મશીન દ્વારા કમળા ની સારવાર કરવામાં આવેછે. હોસ્પિટલ તંત્ર દ્વારા  નોર્મલ  ડિલિવરી તથા સીઝેરીયન ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવે છે. દાખલ દર્દી ને સંસ્થા દ્વારા ભોજન વિના મૂલ્યે આપવામાં આવે છે.

પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ  દેવાંગભાઈ માંકડ,  મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષ ડી વી મહેતા, ટ્રસ્ટી  ઓ ડો. રવિરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા તથા મિતેષભાઇ વ્યાસ જેવા સેવાના ભેખધારીઓ હોસ્પિટલમાં વધુને વધુ વિભાગો કાર્યરત થાય તે માટે સતત કાર્યરત છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા તો ધ્રુતિબેન ધડુકનો હોસ્પિટલ પર ત્રીજા માળે અન્યથા લેન્ડલાઇન નંબર 0281-2223249/2231215પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.