રાજકોટમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨નો શુભારંભ


આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાની કન્યાઓએ દેશભક્તિ ગીત ઉપર સાંસ્કૃતિક કૃતિ રજુ હતી. તેમજ કુલપતિશ્રી ગીરીશભાઈ ભિમાણી અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલે શૈક્ષણિક કીટ આપીને બાળકોનો હર્ષભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત આંગણવાડીનાં બાળકોને ચિત્રપોથી, કલર અને રમકડાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ, કલા મહાકુંભ સહિતની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ધોરણ ૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ તકે દાતા રામભાઈ એર દ્વારા શાળાને રૂપિયા ૧ લાખનું દાન આપવામાં આવ્યું હતું. જેમાંથી રૂપિયા ૮૦ હજારના ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું અને રૂપિયા ૨૦ હજારની પીવાના પાણીની ટાંકીની સુવિધા ઉપલ્બધ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમારી અંજલિ અને કુમાર મયન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમાં શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ પુજારા, પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રી શરદભાઈ તલસાણીયા, રવિભાઈ ગોહેલ, વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરશ્રી કુલદિપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.