Abtak Media Google News

 

રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણજીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરતા ઉદય કાનગડ: બપોરે રાષ્ટ્રીય હોદ્ેદારોની બેઠક

 

અબતક – રાજકોટ

ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાની ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકનો આજે કેવડીયા ખાતે આરંભ થયો હતો. દરમિયાન સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે.લક્ષ્મણજીનું આગમન થતા તેઓને ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ સહિતના હોદ્ેદારોએ આવકાર્યા હતા.

આજે બપોરે 4 કલાકે ઓબીસી મોરચાના રાષ્ટ્રીય હોદ્ેદારોની એક બેઠક યોજાશે. જેમાં કે.લક્ષ્મણ તથા રાષ્ટ્રીય મહામંત્રી અર્જુનસિંહ અતિથિ વિશેષ તરીકે ઉ5સ્થિત રહેશે. કાલે દિવસ દરમિયાન વિવિધ સેશન યોજાશે. જેમાં અલગ-અલગ કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે. પાંચ ડિસેમ્બરે અલગ-અલગ ત્રણ સેશન યોજાશે.

ભાજપની ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકનો રોજ સ્ટેગ્યુ ઓફ યુનિટી ખાતે આરંભ થયો છે. જેમાં ઓબીસી મોરચાના 120 હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણજીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.વર્મા, સંગમલાલ ગુપ્તા, નાયબસિંહ સૈની અને ત્રિપુરાના સાંસદ શ્રીમતી પ્રતિમાં ભૌમિક, હિમાચલના ધારાસભ્ય સરવિન ચૌધરી, આસામના ધારાસભ્ય અજંતા નિયોગ, બિહારના ધારાસભ્ય શ્રીમતી રેનુદેવી, ગોવાના ધારાસભ્ય મિલિન્દ ગેંક, હરિયાણાના ધારાસભ્ય ઓમપ્રકાશ યાદવ, ઉત્તરપ્રદેશના ધારાસભ્ય રામપતી શાસ્ત્રી, કર્ણાટક વિધાનપરિષદના સભ્ય નિવાસ પુજારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં રાષ્ટ્રિય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહજી ઉપસ્થિત રહેશે.

સાંજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ઓબીસી મોરચાના પ્રભારી અરૂણસિંહજી પ્રેસ સંબોધશે આવતીકાલે સવારે 10 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણજી તેમજ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ પ્રભારી અરૂણસિંહજી પ્રેસ સંબોધશે.

ઓબીસી મોરચા દ્વારા દરેક રાજ્યના મુખ્ય મથકોમાં અને પ્રમુખ શહેરોમાં ઓબીસીના પદાધિકારઓની બેઠક ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાશે. સામાજીક સંમેલન-રાજ્યવ્યાપી જિલ્લા સ્તરે ઓબીસી માટે વડાપ્રધાન મોદી સરકારના કાર્યક્રમોની માહિતી ડિસેમ્બર, જાન્યુઆરી,  ફેબ્રુઆરીમાં યોજાશે. આઝાદીના 75મો અમૃત મહોત્સવ પર 75 ઓબીસી પ્રમુખ નેતાઓ, દરેક રાજ્યના સ્વતંત્ર સેનાની અને તેમના પરિવારજનોનું સન્માન સમારોહ યોજાશે. ઓબીસી મુદ્દાને ધ્યાને રાખી અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં આંદોલન અને ધરણા કાર્યક્રમ રાજ્યપાલને આવેદન આપવામાં આવશે. ઓબીસી મોરચા માટે પ્રશિક્ષણ વર્ગ રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે યોજાશે. ઓબીસી મોરચાની રાજ્ય કાર્યકારણી બેઠક 15 ડિસેમ્બર સુધી યોજવામાં આવશે. ઓબીસી મોરચાની જિલ્લા કાર્યકારણી બેઠક 15 જાન્યુઆરી સુધીમાં યોજાશે. ઓબીસી મોરચા મંડળની કાર્યકારણી બેઠક 30 જાન્યુઆરી સુધીમાં યોજાશે.

યુપી-ઉત્તરાખંડ અને બીજા રાજ્યો કે જ્યાં ચુંટણી આવવાની છે. સર્વ સમાજ સંમેલન ઉત્તરપ્રદેશના તમામ 6 ક્ષેત્રમાં ઓબીસી મોરચા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.