Abtak Media Google News

આજથી દેરાવાસીનું અને આવતીકાલથી  સ્થાનકવાસી જૈનોનું પર્યુષણ પર્વ

ધર્મપ્રેમીઓ અનુષ્ઠાનો, પ્રાર્થના, સામાયિક, પ્રતિક્રમણ, તપ-જપ કરી ધર્મ ઘ્યાનમાં રત રહેશે

 

અબતક, રાજકોટ

વર્ષપર્યત આપણે જીવનની વિવિધ ઘટમાળમાંથી પસાર થતાં હોઇએ છીએ જેમાં જાણતા અજાણતા પાપ કે ખોટા કર્મો થઇ જતા હોય છે. આ બધા કર્મોનું વર્ષના અંતે ઓડીટ કરવાનો સમય આવે છે અને એ છે પર્વધિરાજ પર્યુષણ. જીવ માત્રને ક્ષમા આપવાની પરંપરા જૈન ધર્મ દ્વારા પ્રસ્થાપીત કરવામાં આવી છે. ર્સ્વનું પરિક્ષણ અને અન્યને માફી એ જૈન ધર્મનો પાયાનો સિઘ્ધાંત છે. આજથી શરૂ થયેલા પર્યુષણ  પર્વમાં જૈનો પોતાની જાતને વિશુઘ્ધ કરી સ્વનું અને જગતનું કલ્યાણ ઇચ્છતા હોય છે. આજથી દેરાવાસીઓના અને આવતીકાલથી સ્થાનકવાસીઓના પર્યષણ પર્વની ઉજવણીનો પ્રારંભ થાય છે.

Dsc 8664

આજથી દેરાવાસી જૈનો અને આવતીકાલ શનિવારથી સ્થાનકવાસી જૈનો પર્યુષણ પર્વ ઉજવશે, આગામી 11મી સપ્ટેમ્બરના રોજ સવંત્સરી મહાપર્વનો દિવસ છે. આરાધકો  જીવમાત્રની અંત:કરણપૂર્વક ભાવપૂર્વક ક્ષમાાપના કરશે. ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પરંતુ મહાપુરૂષોએ આગળના સાત દિવસ સવંત્સરીની ભૂમિકારૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મપ્રેમીઓ વધારેમાં વધારે પોતાનો સમય ધાર્મિક અનુષ્ઠાનો, પ્રાર્થના, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, તપ-જપ કરી ઘ્યાનમાં સતત રત રહે તે હેતુથી આગળના આઠ દિવસ એટલે પર્યુષણ  પર્વની પરંપરા ચાલે છે.

સૌરાષ્ટ્રભરના ઉ5ાશ્રયો, જિનાલયોમાં ભકિતનું ઘોડાપુર ઉમેટશે, ગત વર્ષે કોરોનાને કારણે શ્રાવકો-શ્રાવિકાઓઅ ઘર બેઠાં ધર્માનુષ્ઠાનો કર્યા હતા. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટના અને કેસો નહિવત થતાં  ભાવિકો ઉપાશ્રયોમાં જઇ ભગવાનની સન્મુખ ધર્મ આરાધના કરી શકશે. દરેક ઉપાશ્રયો, જીનાલયોમાં આ વખતે પ્રાર્થના, પ્રતિક્રમણ, સામાયિક, તપ-જપ કરવા સુઁદર આયોજનો થયા છે. ભગવાનના દરરોજ લાખેણા  આંગીના દર્શન ભકતો કરી શકશે. આ ઉપરાંત પર્વાધિરાજ પર્યુષણમાં કરવા જેવા બે શ્રેષ્ઠ કાર્યો જીવદયા અને સધાર્મિક ભકિત કરી આરાધકો પુણ્યનું ભાથુ બાંધશે.

 

ધીર ગુરૂદેવ પ્રેરિત 1.08 કરોડ ‘નમો જિણાયં જિય ભયાણં’ પદના જાપ

પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે કોરોના ભયથી મુકત બનવા પૂ. ધીર ગુરૂદેવ પ્રેરિત ‘નમો જિણાણં જિય ભયાણં’ પદના 1 કરોડ 8 લાખ સમુહ જાપનું આયોજન કરાયું છે. ઘર ઘરમાં 1, ર, પ, 11 માળા કરી શકાશે. સમસ્ત જૈન સમાજના ભાવિકોને વિશ્ર્વશાંતિ કાજે જોડાવા અનુરોધ છે.

 

કાલથી ધીર ગુરૂદેવની પ્રવચન ધારાનું ‘અબતક’ ચેનલ પર જીવંત પ્રસારણ

સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો આવતીકાલથી શુભારંભ થતો હોય ગોંડલ સંપ્રદાયના પુ. ધીરજમુનિ મહારાજ સાહેબ (ધીરગુરૂદેવ) દ્વારા ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ‘ડુંગર દરબાર ’જનકલ્યાણ રોડ અમીન માર્ગ ખાતે  આવતીકાલથી તા.11મી સુધી પ્રવચન ધારાનું આયોજન થયું છે. જેનું જીવંત પ્રસારણ ‘અબતક’ ચેનલ દ્વારા પોતાના અનેક વિધ પ્લેટફોર્મ પર  કરવામાં આવશે. દરરોજ સવારે 9.00 થી 9.30 ભકતામર અને 9.30 થી ગુરૂદેવની પ્રવચન ધારા વહે છે.  તા. 4થીએ ‘લિટ ધ લેમ્પ ઓફ રિલિજીયન’, પમીએ ‘લિટ ધ લેમ્પ ઓફ નોન-વાયલેન્સ’ 6ઠ્ઠીએ ‘લિટ ધ લેમ્પ ઓફ નોલેજ’, 7મીએ ‘લિટ ધ લેમ્પ ઓફ ડોનેશન’, 8મીએ ‘લોડ મહાવીર’, 9મીએ ‘લિટ ધ લેમ્પ ઓફ ડિવોશન’, 10મીએ ‘લિટ ધ લેમ્પ ઓફ મર્સી’, 11મીએ ‘લિટ ધ લેમ્પ ઓફ ફરગિવનેસ’ અને 11મીએ સંવત્સરીએ બપોરે 2.30 થી સાંજે 4.00 વાગ્યા દરમિયાન ‘સેલ્ફ – રિફાઇનિંગ પ્રોસેસ (આલોયણા)’ વિષય પર પ્રવચન યોજાશે. પર્યુષણના સંઘરત્ન શાસનદીપક પૂ. ગુરુદેવ નરેન્દ્રમુનિ મ.સા.  તથા પૂ. જય વિજયાજી મ.સ.ની સ્મૃતિમાં બીનાબેન અજયભાઇ શેઠ (સાયન) લાભાર્થી બન્યા છે. જયારે પ્રવચનધારા સમોસરણનો લાભ જડાવબેન નરભેરામ અને પ્રફુલભાઇ લાધાણીની સ્મૃતિમાં શોભના ભુપેન્દ્ર લાધાણી પરિવારે લીધો છે. જયારે બપોરે 3.30 થી 4.30 કલાકે ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રયે જ્ઞાનવર્ધક સ્પર્ધામાં તા.4ના સાધુવંદનાની સંગાથે, તા.પ ના કુછ કમ કરો, કુછ બઢાવો, તા. 6 ના ગરબડ ગેઇમ, તા.7 ના સૂર સંગીત, તા.8 ના લક બાય ચાન્સ, તા.9 ના ગુરુવારે મહિલા જ્ઞાન શિબિર, તા.10ના સામાયિક પ્રશ્ર્ન મંચ યોજાશે. સાંજે 6.45 કલાકે ભાઇ-બહેનો માટે પ્રતિક્રમણનું ઉપરના હોલમાં આયોજન કરાયું છે. પૂ. ધીરગુરૂદેવ પ્રેરિત શ્રાવક જીવન ઉપયોગી 11 જૈનાગમ તેમજ જૈન રામાયણ, મહાભારત, તત્વજ્ઞાન વગેરે સંબંધી પુસ્તકો તેમજ નવકાર, માંગલિક ફ્રેમ મળી શકશે.

 

જીવંત પ્રસારણ જોવા માટે…

‘અબતક’નું જીવંત પ્રસારણ

  • ઇન કેબલ નં. 561
  • ડેન નંબર 567
  • સેવન સ્ટાર (મુંબઇ) 540
  • રીયલ જીટીપીએલ 350

ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.