Abtak Media Google News

કપિલા હનુમાનજીના મંદિર પાસેથી આસ્વાદ પાન સુધી તેમજ વાવડી રોડના નાકા સુધી પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત મોરબી નગરપાલિકાના ઉપક્રમે તેમજ રાજ્યમંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, પવડી વિભાગના ચેરમેન દેવાભાઈ અવાડિયા અન્ય ચેરમેન ભાવિકભાઈ જારીયા, હર્ષદભાઈ કનજારિયા, ગિરિરાજસિંહભાઈ, મમતાબેન, હનીફભાઈ મોવર, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન હડિયલ, દંડક સુરભીબેન, સદસ્ય ભગવાનજીભાઈ કણજારીયા, સુરેશભાઈ શિરોહયા, અમિતભાઈ ગામી, રાજુભાઈ રામાવત, જસાભાઈ સોનગરા, શૈલેષભાઈ પટેલ, કે. કે. પરમાર, મીનાબેન દીક્ષિત, ભગવાનજીભાઈ ઠાકર , મોહસીનભાઈ, ભાજપ પક્ષના આગેવાનો નગરપાલિકાના અધિકારી મિત્રો તેમજ આ વિસ્તારના પ્રજાજનો સહિત ખૂબ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ રોડ ખરાબ બનાવનાર કોન્ટ્રાક્ટરને પેમેન્ટ પણ આપવામાં આવેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.