- તાલીમ કેન્દ્ર ખેડૂતોની કૃષિ ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડે : કૃષિ મંત્રી
- ખેડૂતોને અધ્યતન વૈજ્ઞાનિક સંશોધનથી માહિતગાર કરે છે : રાઘવજી પટેલ
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. તાલીમ કેન્દ્ર ખેડૂતોની કૃષિ ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ખેડૂતોને અધ્યતન વૈજ્ઞાનિક સંશોધનથી માહિતગાર કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલ, ખેડબ્રહ્મા ધારાસભ્ય ડો.તુષાર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક કલેક્ટર રોહિત ડોડીયા, સંયુક્ત ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, નાયબ બાગાયત અધિકારી,ચીફ ઓફિસર, અગ્રણી તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠામાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. મંત્રીએ રીબીન કાપીને ખેડૂત તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે.સાબરકાંઠા જિલ્લો ખેતીક્ષેત્રે અગ્રેસર રહ્યો છે. આ સાથે પશુપાલન થકી ડેરી ઉદ્યોગ ખૂબ સારો વિકસો છે.ખેડૂતોને ખેતીમાં વધુ પ્રગતિ થાય તે માટે સરકાર દ્રારા વિવિધ યોજનાઓના માધ્યમથી પ્રવૃત્તિઓ કરવામાં રહી છે. આજે ખેડબ્રહ્મા ખાતે 663 કરોડથી વધુ ના ખર્ચે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કરવામાં આવ્યો છે. આ તાલીમ કેન્દ્રનો ઉદ્દેશ ખેડૂત પરિવારના ભાઈઓ અને બહેનોને કૃષિ સંલગ્ન બાબતોમાં મહત્વ સમજાવવું તથા તેઓની નિપુણતામાં વૃદ્ધિ કરવાનું છે. ખેડૂતોની કૃષિ ઉત્પાદન વધારવા માટે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ખેડૂત પરિવારના સભ્યોને અધ્યતન વૈજ્ઞાનિક સંશોધનથી માહિતગાર કરે છે.
આ તાલીમ કેન્દ્રમાં ગૃહ વિજ્ઞાન વિષયો મારફત કૃષિ પેદાશોનું મૂલ્ય વર્ધન શીખવવામાં આવશે. આ સાથે પશુપાલન, દુધાળા ઢોરની માવજત,ડેરી વગેરે વિષયોને લગતા આધુનિક જ્ઞાનથી પરિચિત કરી દૂધ ઉત્પાદન વધે અને પરિણામો થકી આર્થિક સ્થળ ઊંચું આવે તે મુખ્ય ઉદ્દેશ છે. વધુમાં પ્રગતિશીલ,આર્થિક અશક્ત, રૂઢિગત શિક્ષક કે અશિક્ષિત ખેડૂતોને તાલીમ આપી તૈયાર કરવામાં આવશે અને તેઓના કૃષિ સંલગ્ન મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતીક્ષેત્રને વધુ મહત્વતા આપી ખેડૂતોને નવી જાણકારી સાથે નવા સંશોધનનો લાભ પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. કૃષિ મેળા થકી ખેતીલક્ષી વિવિધ યોજનાઓના લાભ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલા બારાએ જણાવ્યું હતું કે ખેડૂતોના આર્થિક વિકાસ માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. કૃષિ મહોત્સવ થકી ખેડૂતો સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. કૃષિ સન્માન નિધિ થકી ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. કૃષિની સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ વિવિધ યોજનાઓ અમલી બનાવીને ખેડૂતોની આર્થિક સદ્ધર કરવા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંચયના કરી ઓછા પાણીએ વધુ ઉત્પાદકતા ખેડૂતોને મળી રહી છે.ખેડૂતોને આર્થિક નુકસાની ન થાય તે માટેની પૂરતી તકેદારી રાખી ખેડૂતોને પોતાના પાકના સક્ષમભાવ મળી રહે તે માટે સરકાર ખેડૂતોને પલવડે તેવા ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.
આ કાર્યક્રમમાં ખેતી નિયામક પ્રકાશ એસ.રબારીએ જણાવ્યું હતું કે ખેડૂતો આધુનિક કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુમાં વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂત તાલીમ કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.સાથે જ કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે કૃષિ વિકાસ તાલીમ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રિસિઝનલ ફોલોઅપ કેમ્પ, સંસ્થાકીય તાલીમ વર્ગ, શેરીંગ ફોલોએપ કેમ્પ, યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ, કૃષિમેળો, રાજ્ય તેમજ રાજ્ય બહારનો પ્રેરણા પ્રવાસ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો ટેક્નોલોજીની સાથે ખેતીમાં વધુ આવક મેળવી શકે તે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાઈ છે. જેનો ઉપયોગ ખેડૂતમિત્રો અનુરોધ કર્યો હતો. આ સાથે આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતમિત્રો લાભ લેવા જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલ, ખેડબ્રહ્મા ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક કલેક્ટર રોહિત ડોડીયા, સંયુક્ત ખેતી નિયામક કે એસ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી જે જોષી, નાયબ ખેતી નિયામક વી કે પટેલ, નાયબ બાગાયત અધિકારી ડી એમ પટેલ,ચીફ ઓફિસર, અગ્રણી વિજય પંડ્યા, અગ્રણી લુકેશ સહિત વિવિધ પદ અધિકારીઓ અધિકારીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: સંજય દિક્ષિત