Abtak Media Google News

સુરતમાં થયેલી ગ્રીષ્મા હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ક્રુરતાથી સરાજાહેર ગ્રીષ્માની હત્યા કરનાર આરોપીને  જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યાકેસ ઘટના બની છે જેમાં 22 વર્ષિય યુવતી પર પ્રેમીએ સરાજાહેર ગળે કટર ફેરવ્યું હતું. જેના કારણે તેને ગળાના ભાગે 8 ટાંક આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના સચિનના સુડા વિસ્તારની ઘટના છે જ્યાં ઉમરપાડાની 22 વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો હતો. પ્રેમિકાને સરાજાહેર કટર ફેરવી દેતા ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત પ્રેમિકાને ગળાના ભાગે ઈજા થતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના બાદ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

શું હતો મામલો ??

પ્રેમી યુવતીની સાથે કાયમી કચકચ કરતો હતો. યુવતીએ યુવકની કચકચથી કંટાળીને સબંધ તોડ્યો હતો. પ્રેમી યુવતીને પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો. પ્રેમીએ પોતાની સાથે જવા દબાણ કરતા પ્રેમિકાએ ઇન્કાર કરતા તેના ગળા પર કટર ફેરવ્યું હતું. યુવતીને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસે આરોપી રામસિંગને દબોચી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.