Abtak Media Google News

કોરોના કટોકટીને લઈને બંધ રહેલી વિમાન સેવા અને અસામાન્ય સંજોગોમાં એનઆરઆઈના રોકાણની અનિશ્ચિતતા ધ્યાને લઈ કરમાં છુટ આપવી જોઈએ

ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વનું અર્થતંત્ર ઠપ્પ કરી દીધું હતું અને ધંધા-રોજગારની સાથો સાથ સરકારની કર વ્યવસ્થાને પણ કોરોનાગ્રસ્ત કરી દીધી હતી તેવા સંજોગોમાં બિનનિવાસી ભારતીયો પર કરના બેવડા ભારણની તલવાર સામે સુપ્રીમ કોર્ટમાં વુહાર લગાડવામાં આવી છે. 27 વર્ષના એનઆરઆઈ સીએ ગૌરવ વૈદએ સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરીને ભારતના ટેકસ સ્લેબને પડકાર આપીને વધુ એકવાર એનઆરઆઈ માટે બેવડા કરની જોગવાઈ અંગે અદાલતનો દરવાજો ખખડાવ્યો છે.

દુબઈમાં કામ કરતા ગૌરવ વૈદ કાંતો નવે સરથી અરજી કરશે અથવા તો સીબીડીટી સમક્ષ વર્તમાન વ્યવસ્થાને પડકાર આપતી અરજી દાખલ કરશે. જેમાં બિનનિવાસી ભારતીયોને કોરોનાની કટોકટીને લઈને કોઈ રાહત આપવામાં આવી નથી. તેમણે કોરોના મહામારીને લઈને ભારતનો ટેકસ ભરી દીધો હતો. હવે તેમને ભીતિ છે કે, તેમની વિદેશી કમાણી પર પણ કરની વસુલાત થશે.

સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવનાર વૈદે બિનનિવાસી ભારતીય માટે બેવડા કરની પરિસ્થિતિમાં રાહત માટે ફરીથી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો વિચાર કર્યો છે. સરકાર દ્વારા બિન નિવાસી ભારતીયો દ્વારા કોરોના કટોકટીને લઈને માંગવામાં આવેલી રાહત આપવાનો ઈન્કાર થયો હોવાથી અમીશ ટંડન દ્વારા આ અરજી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની આ અરજીમાં સીબીડીટી સમક્ષ માત્ર રાહતની જ માંગણી નથી કરવામાં આવી અને સીબીડીટીએ રાહત આપવાનો ઈન્કાર જ નથી કર્યો પરંતુ વિદેશમાં વસતા ભારતીયોની પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. જો કે સીબીડીટીએ એવી હૈયાધારણા આપી છે કે, કોઈપણને બે વખત કર ભરવો નહીં પડે અને વિદેશમાં વસતા લોકોને સમાન કર વ્યવસ્થા લાગુ પડશે. સંયુક્ત અરબ અમિરાત, બૈરીન, કતાર, કુવેત અથવા કોઈપણ દેશમાં જ્યાં આવક વેરો નથી તેવા દેશમાં વસતા લોકો માટે ભારતમાં ભારતના કાયદા મુજબ રહેણાંકની સ્થિતિ અને દેશમાં ઉપસ્થિતિને લઈને કર માટેની મુદત નક્કી થાય છે. કોઈપણ વ્યક્તિને 182 દિવસ કે તેથી વધુનું રોકાણ કરવા પર સ્થાયી નાગરિક માનવામાં આવે છે. જો આવી વ્યક્તિ પાસે 15 લાખથી વધુની ઘરેલુ આવક અથવા 120 દિવસ કે તેનાથી વધુ દિવસ સુધી ભારતમાં રહેતા હોય તો તેવા વ્યક્તિની આવક પર ઈન્કમટેકસ લાગી શકે. ભારતમાં ઉભી કરેલી આવક પર કર ચૂકવવો પડે છે પરંતુ ભારત બહાર કરવામાં આવેલી કમાણી પર કોઈ ટેકસ લાગી પડતો નથી. આથી મોટાભાગના બિન નિવાસી ભારતીયને આવી પરિસ્થિતિને પુરા કરવા માટે ભારતમાં રોકાણની યાત્રા અને રોકાણની સમય અવધિ નક્કી કરવામાં આવે છે.

સીબીડીટીના પરિપત્રમાં માત્ર આ નિયમોનું પાલન કરવાનું જણાવાયું છે. કોરોનાની પરિસ્થિતિને લઈ કોઈ રાહત આપવામાં આવી નથી તેવા સંજોગોમાં કોરોના કટોકટીને લઈને ફરજિયાત રોકાણ અને વીમાની સેવા બંધ હોવાથી બિનનિવાસી ભારતીય માટે રોકાણની મુદત વધી જવાની પરિસ્થિતિમાં રાહત મળવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.