Abtak Media Google News

ભૂ-કવચ માં 28 ટકાથી પણ વધુ છે સિલીકોન: છતાં પણ વિશ્વભરમાં વર્તાઈ રહી છે અછત

કુદરતી સંપતિ પૃથ્વી પર ખૂબ વિશાળ માત્રામાં જોવા મળી રહી છે ત્યારે પૃથ્વીના ભુ કવચ માં સિલિકોન નું પ્રમાણ 28% જેટલું છે છતાં પણ સમગ્ર વિશ્વમાં તેની અછત જોવા મળી રહી છે . વિવિધ ચીજવસ્તુઓમાં વપરાશમાં લેવાતી ટીમલી કોણ ના ભાવમાં અધધધ ૩૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારા નું મુખ્ય કારણ અછત છે. ચાઇના માં સિલિકોન ના ઉત્પાદનમાં અછત સામે આવતા ભાવ વધારો સતત જોવા મળી રહ્યો છે સાથોસાથ સિલિકોન ની વિતરણ વ્યવસ્થા પણ અનેક પ્રશ્નો ઉભા થતા અછત વર્તાય છે.

સિલિકોન ની વિશેષતા ખૂબ જ અનેરી છે ત્યારે અછતના પગલે ઘણી ચીજવસ્તુઓનું ઉત્પાદન બંધ થતાં કંપનીઓને ભારે નુકસાની વેઠવી પડે છે ત્યારે ચાઇના દ્વારા સિલિકોન ઉત્પાદન બંધ થતા અનેક પ્રશ્નો સામે આવ્યા છે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા વૈશ્વિક સમુદાયના વ્યાપારીઓ પણ ચિંતાતુર થયા છે અને સતત ભાવ વધારાથી ઉદ્યોગો ઉપર માઠી અસર પણ પહોંચી રહી છે.

સિલિકોન મેટલ બનાવવા માટે કોમન સેન્ડ અને કોકને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ જ સિલિકોન મેટલ તારી છે પ્રસ્થાપિત થાય છે. સિલિકોન ના પ્રતિ ટન નો ભાવ ડોલર 1200થી ડોલર 2600 સુધી જોવા મળે છે. સિલિકોન એકમાત્ર એવું ધાતુ છે કે જેનાથી અનેક with ચીજ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે અને ઊર્જા ક્ષેત્રને કરવા માટે તેનો મહત્તમ ઉપયોગ કરાય છે.

વિશ્વ આખું સોર ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સોર ઉર્જા માટે જે સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મહત્તમ ભાગ સિલિકોન મેટલ નો હોય છે પરંતુ તેનો ભાવ વધારો અને તેની પાછળ પેનલ બનાવવા માટે જેની જરૂરિયાત ઊભી થાય છે તેની સતત અછત જોવા મળતા ઘણા પ્રશ્નો સામે આવ્યા હશે. સોલાર ગ્રેડ પોલીસિલિકોનમાં 13 ટકાનો  ભાવ વધારો થતાં તેની વિતરણ વ્યવસ્થા ઉપર પણ ભારે અસર જોવા મળી છે. મુખ્યત્વે ડાયનામો, ટ્રાન્સફોર્મર, એન્જિન બ્લોક અને સિલિન્ડર હેડ બનાવવા માં સિલિકોન મેટલ નો મહત્તમ ઉપયોગ કરવામાં આવતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.