Abtak Media Google News

સ્ટીલ તથા મેટલ ઇન્ડસ્ટ્રીઝના કાચા માલ પર બેઝીક કસ્ટમ ડ્યુટી ઘટાડો, સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કિમ અમલી બનાવો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટ માટે નાણામંત્રી નિર્મલા સિતારામન સમક્ષ રજૂ કર્યા સુચનો

સમગ્ર દેશ તથા વિશ્વમાં કોરોના મહામારીની સાથે સાથે મિક્રોનનું સંકટ પણ ટોળાઈ રહયું છે. જેને કાબુમાં લાવવા અને દેશના લોકો સુરક્ષીત અને સલામત રહે તે ભારત સરકાર દ્વારા અવિરત પ્રયાસો ચાલુ છે. અગાઉની વૈશ્વીક મહામારીમાં વેપાર-ઉદ્યોગ ઉપર ખુબ જ માઠી અસર પડી છે અને આર્થિક મંદીનો પણ સામનો કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ થનાર છે. ત્યારે વેપાર-ધંધાનો વધુ વિકાસ થાય અને દેશના અર્થતંત્રને આગળ ધપાવવા માટે અમુક રાહતો અને પેકેજો અમલમાં મુકવા ખૂબ જ જરૂરી છે. જે અંતર્ગત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રનું આગામી રજુ થનાર બજેટ માટે જરૂરી સુચનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સમક્ષ રજુ કરવામાં આવેલ છે. સેકશન 80 સી અંતર્ગત મળવાપાત્ર તમામ રાહતોની પ્રવર્તમાન મર્યાદા રૂા.1,50,000/- થી

વધારી રૂા.3,00,000/- કરવી., સ્ટીલ તથા મેટલ ઈન્ડસ્ટ્રીઝના કાચામાલ પર બેઝિક કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરવો., બિન નિવાસી ભારતીયોએ આવકવેરા ધારા હેઠળ થતી પ્રક્રિયા સરળ અને છુટછાટ વચ્ચે વિથહોલ્ડીંગ

ટેક્ષ રેટમાં ઘટાડો કરવો.,તબીબી સહાય તરીકે મળતા કરલાભની મર્યાદા વધારવી., મિલ્કત વેચાણ થકી મળવાપાત્ર આવકની મર્યાદા વધારવી. , સેકશન 40 એ (3) અંતર્ગત મળતી રૂા.10,000/- સુધીની કર રાહત વધારીને રૂા.20,ઘઘઘ – કરવી.

નાણાંકીય ભરણા તથા લોનની ચુકવણી અર્થે રોકડ રકમ મહતમ રૂ.20,000/- ની જોગવાઈ વર્ષ 1984 થી લાગુ કરવામાં આવેલ છે. આ જોગવાઈની મર્યાદા રૂા.50,000/- કરવી. વ્યકિતગત આવક વેરાના દર ઘટાડવા. કોર્પોરેટ ટેક્ષના પ્રવર્તમાન 22% તથા તેના ઉપર લાગુ સેસ તથા સરચાર્જ ઉમેરવાથી થતા 25.17% કરતા વાર્ષિક 10 થી 15 લાખ આવકના કિસ્સામાં વ્યકિતગત આવકવેરાનો 30% થાય છે. તેમજ 50 લાખથી વધારે આવકના કિસ્સામાં વિવિધ ટેક્ષ તથા સરચાર્જને ધ્યાને લેતા 42.7પ% સુધી ટેક્ષ થાય છે. ભાગીદારી પેઢી તથા એલએલપીને લાગુ પડતા 30% તથા 1 કરોડથી ઉપરનાં કિસ્સામાં 12% સરચાર્જ તથા 4% સેસ વસુલવામાં આવે છે. જે વધારે જણાય છે. તથા ભેદભાવ દર્શાવે છે. તેથી આવા એકમોને રાહત આપવી ખાસ જરૂરી છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ઉપર વસુલવામાં આવતા સુપર રીચ ટેક્ષ વસુલાત અર્થે કરાયેલ જોગવાઈ પાછી ખેંચવી., કરદાતાઓને “સામાજીક સુરક્ષા પુરી પાડવી તથા સિનીયર સીટીઝન માટે “હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કિમ” અમલીકૃત કરવી. , પ્રધાનમંત્રી આવાસ યોજના ઈકજજ યોજનાનો લાભ લેવા માટે આવાસ ખરીદીની સમય મર્યાદા

આગામી તા.31-3-2023 સુધી વધારવી. ,રિયલ એસ્ટેટ સેકટરને છફશિંજ્ઞક્ષફહશતફશિંજ્ઞક્ષ જ્ઞર ઝફડ્ઢયત નો લાભ આપવો., આવાસ ધિરાણ અર્થે લેવાયેલ લોનના કર લાભની પ્રવર્તમાન રૂ.ર લાખની મર્યાદા વધારી રૂા.પ લાખ કરવી તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.