દેશમાં હિંદુઓની વસતી વધી પણ ટકાવારી ઘટી !!!

population

૧૯૭૧માં હિંદુઓની વસતી ૪૫.૩૩ કરોડ હતી જે કુલ વસતીના ૮૨.૭ ટકા હતી: ૨૦૧૧માં વસતી વધી ૯૬.૬૨ કરોડ થઈ પણ ટકાવારી ૭૯.૮!

દેશમાં છેલ્લા ચાર દશકામાં હિંદુઓની વસતિમાં સમગ્ર તથા વધારો થયો છે. પરંતુ કુલ વસતિમાં હિન્દુઓની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેમ રાજય ગૃહમંત્રી આહિરે લોકસભામાં જણાવ્યું હતુ.

૧૯૭૧માં દેશમાં હિન્દુઓની વસતી ૪૫.૩૩ કરોડ હતી અને ૨૦૧૧માં વધીને ૯૬.૬૧ કરોડ થઈ પરંતુ કુલ વસતિની ટકાવારીમાં ઘટાડો થયો હતો. તેમ તેમણે એક પ્રશ્ર્નના લેખીત જવાબમાં જણાવ્યું હતુ ૧૯૭૧માં હિન્દુઓની વસતિ ૮૨.૭૦ ટકા હતી.

મંત્રીએ જવાબમાં છેલ્લી પાંચ વસતી ગણતરીનાં આંકડા રજૂ કર્યા હતા તે મુજબ ૧૯૭૧માં કુલ વસતિ ૫૪.૭૯ કરોડ તેમાં હિન્દુ ૪૫.૩૩ કરોડ (૮૧.૭૦ ટકા), ૧૯૮૧માં કુલ વસતિ ૬૬.૫૩ કરોડ તેમાં હિન્દુ ૫૪.૯૮ કરોડ (૮૧.૬૦ ટકા), ૧૯૯૧માં કુલ વસતિ ૮૩.૮૬ કરોડ તેમાં હિન્દુ ૬૮.૭૬ કરોડ (૮૨ ટકા) ૨૦૦૧માં કૂલ વસતિ ૧૦૨.૮૬ કરોડ તેમાં હિન્દુ ૮૨.૭૬ કરોડ (૮૦.૫૦ટકા), ૨૦૧૧માં કુલ વસતિ ૧૨૧.૦૮ કરોડ તેમાં હિન્દુ ૯૬.૬૨ કરોડ અને ટકાવારી ૭૯.૮૦ હતી.

આમ દેશમાં હિન્દુઓની વસતિમાં વધારો થવા છતા કુલ વસતિમાં તેની ટકાવારી ઘટતી જાય છે!!!