આ જાહેરનામાનો અમલ 12 ફેબ્રુઆરી 2025એ સવારે 9 વાગ્યાથી ક્રિકેટ મેચ પુર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (india vs england) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) આવતીકાલે ત્રીજી વન ડે મેચ રમાશે. ભારત પ્રથમ અને બીજી વન ડે મેચ જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે. ત્રીજી વન ડે મેચને લઈ ટ્રાફિક ડાયવર્જન આપવામાં આવ્યું છે. બુધવારે જનપથ ટી થી મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીનો રોડ સવારે 9 વાગ્યાથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી બંધ રહેસે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા થઈ વિસતથી વાયા જનપથ થઈ અવરજવર કરી શકશે.
અમદાવાદમાં ફરી એકવાર ક્રિકેટ ફીવર જોવા મળવાનો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ રમાનારી છે. જેના પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરીજનો તથા ક્રિકેટ રસિકોને કોઇ અગવડતા ન પડે એ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 12 ફેબ્રુઆરીના રોજ કયો માર્ગ બંધ રહશે અને વૈકલ્પિક માર્ગ કયો છે તે અંગે જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા, સાબરમતી ખાતે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ રમાનાર હોય જે મેચ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 12 ફેબ્રુઆરી 2025એ સવારે 9 વાગ્યાથી ક્રિકેટ મેચ પુર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
તારીખ- ૧૨/૦૨/૨૦૨૫ ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા ખાતે રમાનાર હોય દર્શાવ્યા મુજબનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ ડાયવર્ઝન કરવામાં આવે છે. #ahmedabadtrafficpolice #ahmedabadpolice @GujaratPolice #indvseng pic.twitter.com/oAzgoqs99u
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) February 10, 2025
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન વાળો માર્ગ
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત થી જનપથ થી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
આ જાહેરનામું લાગું પડશે નહી તેમાં જોઈએ તો
ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.