• સર્વોત્તમ સેવા સંસ્થાના ઉપક્રમે
  • ‘અબતક’ ની મુલાકાતમાં વૈષ્ણવો આગેવાનોએ આપી રાષ્ટ્રભકિત સંગીત સંઘ્યા મહોત્સવની વિગતો

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને 15-8-1947   ના દિવસે આઝાદી મળી હતી. ત્યારે અષાઢ વદ-14ની તીથી દિવસ હતો. આ તિથિ દિવસ મુજબ સ્વતંત્ર્ય પર્વ ઉજવણીની પહેલ રાજકોટમાં થવા જઇ રહી છે.

‘અબતક’ ની મુલાકાતે આવેલા સર્વોત્તમ સેવા સંસ્થાનના રઘુરાજભાઇ સિસોદીયા, મનસુખભાઇ સાપોવાડીયા, પ્રકાશભાઇ મેંદપરા, વિમલભાઇ મકવાણા અને પરેશભાઇ રાબડીયાએ આ નવી પહેલની વિગતો આપતા જણાવેલ કે 3-8ને શનિવારે રાત્રે 9 કલાકે કે.જી. ધોળકીયા સ્કુલ ઓડીટોરીયમ હોલમાં યોજાનારા રાષ્ટ્રભકિત સંગીત સંઘ્યામાં ગાયક કલાકાર અક્ષીલ પટેલ, કી બોર્ડ મીહિર રૂપાણી, તબલાવાદક શ્યામભાઇ ધામેચા અને હેમાંગભાઇ ધામેચા રાષ્ટ્રભકિત સંગીત સંઘ્યામાં સંગીતની સુરાવલીઓ છેડશે.

આયોજનને સફળ બનાવવા સર્વોત્તમ સેવા સંસ્થાનના સુરેશભાઇ કણસાગરા, કમલેશભાઇ અઘેરા, નયનભાઇ મકવાણા, ભવ્ય ઘેટીયા, રઘુરાજ સિસોદીયા, નીતીનભાઇ દેપાણી, મનસુખભાઇ સાપોવડીયા, પ્રકાશભાઇ મેંદપરા, રસીકભાઇ મેધપરા, ભુપેન્દ્રભાઇ છાંટબાર, હરેન્દ્રભાઇ નથવાણી, અશોકભાઇ મકવાણા, પરેશભાઇ સીતાપરા, તેમજ પદાધિકારીઓ તથા દરેક શાખાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.