Abtak Media Google News

અબતક,રાંચી

ભારતે ન્યૂઝીલેન્ડ સામે બીજો ટી-ટ્વેન્ટી મેચ જીતી સીરીઝ અંકે કરી લીધી છે. ટોસ જીતી રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે સર્વપ્રથમ ન્યૂઝીલેન્ડની ટીમે જે રીતે તોફાની શરૂઆત કરી હતી તેને જોતા એક સમયે એવું પણ માનવામાં આવ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ 200 નો સ્કોર સેટ કરશે.

ભારતીય ટીમના ઓપનરોની વિસ્ફોટક બેટિંગ અને હર્ષલ પટેલ
ની બે વિકેટ ભારતની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ

બીજી તરફ વિકેટ પણ થયો હોવાના કારણે બોલરોને યોગ્ય રીતે બોલ ગ્રુપ કરવામાં ઘણી તકલીફ થતી હતી પરંતુ ભારતીય બોલરોએ 10 ઓવર બાદ પોતાની સ્ટ્રેટેજી બદલાવી હતી અને સ્લોબોલ નાખવાના શરૂ કર્યા હતા. તેનો ફાયદો ખરા અર્થમાં ભારતીય ટીમને મળ્યો છે . ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગ ના પગલે વિપક્ષી ટીમ ન્યૂઝીલેન્ડ માત્ર 153 રન જ બનાવી શકી હતી.

૧૫૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને કે.એલ.રાહુલ એ તો રનની ભાગીદારી વિના વિકેટે કરી હતી જેના પગલે ભારતીય ટીમની જીત સંપૂર્ણ થઈ હતી ત્યારબાદ આવેલા અન્ય ખેલાડીઓએ સરળતાથી ભારતને હરાવી સીરિઝ અંકે છે. છેલ્લી ઘણી સિરીઝ કે જે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાણી હોય તેમાં ભારતીય ટીમ સિરીઝ કોઈ દિવસ જીતી શકી નથી. ભારતીય ઓપનરોએ ટી-૨૦માં સૌથી વધુ પાંચ વખત શતકીય ભાગીદારીના બાબર-રિઝવાનના રેકોર્ડની બરોબરી કરતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. જે પછી વેંકટેશ ઐયર અને રિષભ પંતની જોડીએ ટીમને જીત અપાવી હતી. રિસભ પંતે બે છગ્ગા ફટકારીને ટીમને ધમાકેદાર જીત અપાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.