Abtak Media Google News

ભારતીય બોલર્સની દિશાવિહીન બોલિંગ ને કારણે શ્રી લંકા સામે ભારત ને હાર નો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે છ વિકેટના નુકશાન પર 321 રન બનાવ્યા હતા ત્યારે તેના જવાબમાં શ્રી લંકા એ 48.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટના નુકશાન પર 322 રન બનાવીને ભારત એ હારનો સામનો કરવો પડ્યો હતો

ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં શ્રીલંકાએ ઉલટફેર કરતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 321 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં 322 રન બનાવી મેચને જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે 89, દાનુષ્કાએ 76, મેથ્યૂઝે 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને 125 રન બનાવ્યા હતા. આ જીત સાથે જ શ્રીલંકાએ સેમિ ફાઇનલમાં પહોચવાની આશા જીવંત રાખી છે. હવે 11 જૂને ભારતે દક્ષિણ આફ્રિકા સામે જ્યારે શ્રીલંકાએ 12 જૂને પાકિસ્તાન સામે ટકરાવવાનું છે. આ બન્નેમાંથી જે ટીમ મેચ જીતશે તે સેમિ ફાઇનલમાં પહોચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.