Abtak Media Google News

ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે જીતવું ફરજીયાત

હોકી વર્લ્ડ કપ 2023માં ભારતે પોતાની ત્રીજી મેચમાં વેલ્સ સામે 4-2થી વિજય નોંધાવ્યો હતો. જોકે, વેલ્સ સામે વિજય નોંધાવ્યો હોવા છતાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી છે. અને ક્વાર્ટરથી હજુ દૂર છે. આ કારણે હવે ટીમ ઈન્ડિયાને અંતિમ-8માં પહોંચવા માટે ક્રોસઓવર મુકાબલો રમવો પડશે. ભારતની ક્રોસઓવર મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. વેલ્સ વિરુદ્ધ મેચમાં ભારત માટે સૌથી વધારે આકાશદીપ સિંહે બે ગોલ નોંધાવ્યા હતા.

આ ઉપરાંત શમશેર સિંહ અને કેપ્ટન હરમનપ્રીત સિંહે એક-એક ગોલ નોંધાવ્યો હતો. પૂલ-ડીમાં ભારત અને ઈંગ્લેન્ડ પાસે 7-7 પોઈન્ટ છે પરંતુ ગોલ મામલે ટીમ ઈન્ડિયા પાછળ રહી ગઈ છે. જેના કારણે ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવો પડશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેચ 22 જાન્યુઆરીએ રમાશે.

ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી મેચમાં પ્રથમ ક્વાર્ટર ગોલ વગરનો રહ્યો હતો. બંને ટીમોએ એકબીજાને મજબૂત ટક્કર આપી હતી. અંતે બીજા ક્વાર્ટરમાં 21મી મિનિટે શમશેર સિંહે ભારત માટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો અને ટીમના ગોલનું ખાતું ખોલ્યું હતું. આ પ્રકારે હાફ ટાઈમ સુધીમાં ભારતે મેચમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ બીજા હાફમાં આકાશદીપે મોરચો સંભાળ્યો હતો અને એક ફિલ્ડ ગોલ નોંધાવીને ભારતની સરસાઈને 2-0 કરી દીધી હતી.

ભારતીય ખેલાડીઓ વેલ્સના ડિફેન્સને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ફાઈનલ હૂટર વાગી તે પહેલા થોડી મિનિટ પહેલા ટીમ ઈન્ડિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. કેપ્ટન હરમનપ્રીતે તેના પર ગોલ નોંધાવીને ભારતને 4-2થી વિજય નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.