વિરાટની ‘કિંગ્સ’ ઇનિંગની સાથે ગીલની સદી અને  સીરાજના તારખાટે શ્રીલંકાને ઘૂંટણયે પાડ્યુ : કોહલીએ 46મી સદી ફટકારી, સચિનથી 3 સદી જ દૂર

18 જાન્યુઆરીથી ભારત ન્યુઝીલેન્ડ સામે 3 વનડે મેચ અને 2 ટી20 મેચની સિરીઝ રમશે

ભારત-શ્રીલંકા સામે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં  ભારતે ક્લીન સ્વીપ કર્યું છે. ભારતે તો સ્થિતિ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ભારતે 391 રનનો લક્ષ્યાંક શ્રીલંકાને જીતવા માટે આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમે લંકાને 73 રનમાં જ વિલિયમ પરત ફેરવી દીધું હતું અને વન-ડે ઇતિહાસમાં સર્વાધિક 317 રનથી  જીત મેળવી હતી. એટલું જ નહીં ભારતીય ટીમ તરફથી મોહમ્મદ સીરાજે પણ તરખાટ મચાવ્યો હતો અને લંકાને ઘૂંટણિયે પાડી દીધું હતું સીરાજે પોતાના ઘાતક સ્પેલમાં 32 રન આપી 4  મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. શુભમન ગીલે પણ પોતાની સદી ફટકારી હતી અને 116 રન નોંધાવ્યા હતા.

391 રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની સમગ્ર ટીમ 73 રન પર જ આઉટ થઈ ગઈ. ભારતે ત્રણ મૅચોની સિરીઝમાં શ્રીલંકાને વ્હાઇટવૉશ કર્યું હતું.વનડે ઇતિહાસમાં શ્રીલંકા પ્રથમ એવી ટીમ છે જેણે 300 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ લીધી.આ પહેલાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાને 391 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ સિરાજના ફોર્મ ને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજાનાર વન-ડે વિશ્વ કપમાં મોહમ્મદ સિરાજ ભારતીય ટીમ માટે ડાર્ક હોર્સ સાબિત થશે.

ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ધબડકો ઈંનિંગની શરૂઆતથીજ થયો હતો. જેમાં અવિષ્કા ફર્નાન્ડો માત્ર 1 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસને 4 રનના સ્કોરે સિરાજે રાહુલના હાથે કેચઆઉટ થયો હતો. ચરિથ અસલંકા એક રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. નુવાન્ડિનો ફર્નાન્ડો 19 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો.

શ્રીલંકાનો કેપ્ટન દસુન શનાકા 11 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. હસરંગા 1 રન બનાવી આઉટ થયો હતો. રજિથા 13 રન બનાવી અણનમ રહ્યો હતો. લાહિરુ કુમારા 9 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 32 રન આપી ચાર સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી.

ભારતીય ટીમના ખેલાડીઓનું માનવું છે કે છેલ્લા વર્ષોમાં વન-ડે સિરીઝમાં મોહમ્મદ સીરાજે હર હંમેશ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરા હર હંમેશ પ્રમુખ કારણ બનતો હતો પરંતુ તેની જગ્યાએ મોહમ્મદ સીરાજે જે થાન લઈ પ્રદર્શન કર્યું છે તેનાથી અનેક તર્ક વિતરકો સર્જાઈ રહ્યા છે ત્યારે આવનારા વન-ડે વિશ્વ કપ માટે મોહમ્મદ સિરાજ નું રમવું સુનિશ્ચિત થઈ ગયું છે અને ભારતીય ટીમ માટે તે વન-ડે વિશ્વ કપમાં આશીર્વાદરૂપ પણ સાબિત થશે. વિશ્વકપને ધ્યાને લઈ બુધવારથી ન્યૂઝીલેન્ડ સામે ભારત ત્રણ વન-ડે અને ત્રણ ટી-ટ્વેન્ટી મેચ પણ રમશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.