ભારત-ઈંગ્લેન્ડ મહિલા ટેસ્ટ ડ્રો: શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બ્રિસ્ટલમાં રમાયેલ ટેસ્ટ મેચને ડ્રોમાં ખેંચી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એક માત્ર મહિલા ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ટેસ્ટ ડેબ્યૂ કરનાર ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ 80 રનની અણનમ ઇનિંગ રમી હતી. નવમી વિકેટ માટે રાણાએ તાન્યા ભાટીયા સાથે મળીને 104 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. ભાટીયાએ 44 રનની અણનમ ઇનિંગ રમી હતી.

રાણા-ભાટિયાની ભાગીદારીએ ઈંગ્લેન્ડ સામેની મેચ બચાવી લીધી

આ પહેલા ઇંગ્લેન્ડની મહિલા ટીમે નવ વિકેટે 396 રને ઇનિંગ ઘોષિત કરી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 231 રન પર સમેટાઇ ગઇ હતી. ફોલોઓન પર રમતની શરુઆત કરી હતી. જેમાં ભારતીય ટીમના ટોચના ક્રમે શાનદાર રમતની શરુઆત કરી હતી. જોકે મધ્યમક્રમ ખાસ પ્રદર્શન નહી કરતા સંકટ મંડરાવવા લાગ્યું હતું. જોકે સંકટને નિચલા ક્રમે ટાળી દીધું હતું. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 8 વિકેટે 344 રનનો સ્કોર ખડકીને મેચ ડ્રો કરાવી લીધી હતી.

ભારતના પાંચ ખેલાડીઓ એ ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ. જેમાં સ્નેહ રાણા, તાન્યા ભાટીયા, દિપ્તી શર્મા અને શેફાલી વર્મા સામેલ થયા હતા. શેફાલી વર્માએ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં અર્ધશતકીય ઇનિંગ રમી હતી. તેણે બીજી ઇનિંગમાં 63 રનની શાનદાર રમત રમી હતી.

ડેબ્યૂ કરનારી તાન્યા અને રાણાની નવમી વિકેટની ભાગીદારી રમતે નવો રેકોર્ડ સર્જ્યો હતો. જે અગાઉ નવમી વિકેટે 90 રનની ભાગીદારી વિક્રમ 1986માં નોંધાયો હતો. જે શુભાંગી કુલકર્ણી અને મણીમાલા સિંઘલે ઇંગ્લેન્ડ સામે વિક્રમી ભાગીદારી રમત રમી હતી.