Abtak Media Google News

રૂ.૩૫૦૦ કરોડના ખર્ચે ‘ઓપરેશન ચિત્તા’ હાથ ધરીને સરહદ પર બાજ નજર રાખવા ઉપરાંત જરૂર પડયે દુશ્મનના દાંત પણ ખાટા કરી શકાશે

ચીન સરહદ પર તનાવ વચ્ચે ભારત સરકારે હવે સરહદોની સુરક્ષા માટે અને માનવ રહિત પ્લેન દ્વારા યુધ્ધ લડવાની તૈયારીઓ આદરી દીધી છે. જેના ભાગરૂપે ભારતીય સુરક્ષા દળોએ પોતાની જુની યોજના પ્રોજેકટ ચિત્તાને ફરીથી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટ ચિત્તામાં રૂા.૩૫૦૦ કરોડના ખર્ચે લેસર ગાઈડેડ બોમ્બ, એન્ટી ટેન્ક મીસાઈલ અને અચુક ઘાતક હથિયારો સજજ ઈઝરાયેલી ડ્રોન એટલે કે માનવરહિત પ્લેન ઉડાવવાની યોજના બનાવી હતી આ ડ્રોન દ્વારા સરહદ પર દુશ્મનોની હિલચાલ પર નજર રાખવા ઉપરાંત જરૂર પડયે દુશ્મનો પર બોમ્બ અને મિસાઈલ પણ ઝીંકી શકાશે. લાંબા સમયથી પેન્ડીંગ પડેલા આ પ્રોજેકટ ચિત્તા હેઠળ ઈઝરાયેલ પાસેથી ૯૦ હેરોના ડ્રોન ખરીદવાની યોજના હતી. તાજેતરમાં ચીન સાથે સરહદ પર થયેલા ઘર્ષણ બાદ આ પ્રોજેકટને ફરીથી કાર્યરત કરવાનો સુરક્ષા દળોએ નિર્ણય કર્યો છે. ચિત્તા પ્રોજેકટ ઈઝરાયેલી હેરોન ડ્રોનને અપગ્રેડ કરીને તેમાં લેસર ગાઈડેડ બોમ્બ હવાથી જમીન અને હવાથી હવામાં પ્રહાર કરી શકતી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો લગાવવાની યોજના બનાવવામાં આવી હતી. સંરક્ષણ સચિવ અજયકુમારની અધ્યક્ષતા માં મળેલી સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ કક્ષાની બેઠકમાં નિર્ણંય લેવામાં આવ્યો હતો. અજયકુમાર ભારતીય સેના નૌકાદળ અને એરફોર્સમાટેની તમામ ખરીદીનો હવાલો સંભાળી રહ્યા છે.

આ બેઠકમાં સરહદ પર રાઉન્ડ ધી કલોક દુશ્મનોની હિલચાલ પર નજર રાખવા ડ્રોનની જરૂરીયાતની સુરક્ષા દળોની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી. જે બાદ લાંબા સમયની પેન્ડીંગ પ્રોજેકટ ચિત્તાને કાર્યરત કરવાનાં નિર્ણય કરાયો હતો. આ યોજના કાર્યરત કરવાથી સરકારી તિજોરી પર રૂા.૩૫૦૦ કરોડનો બોજો આવે તેમ છે. આ પ્રોજેકટમાં ૯૦ ઈઝરાયેલી હેરોન ડ્રોનની ખરીદી કરીને તેને અપગ્રેડ કરીને લેસર ગાઈડેડ બોમ્બ, એન્ટી ટેન્ક મિસાઈલ, અતિ-આધુનિક શસ્ત્રો લગાવવા ની યોજના હતી. જે દ્વારા સરહદ પર દુશ્મનોની હિલચાલપર નજર રાખવા ઉપરાંત ભવિષ્યમાં જરૂર પડયે દુશ્મન સેના પર આપણી સરહદમાંથી બેઠા બેઠા બોમ્બ તથા મિસાઈલ મારો કરી શકશે. આ પ્રોજેકટ કાર્યરત થાય તો સરહદ પર સૈનિકોની થતી ખુવારી પણ ઘટાડી શકાશે તેમ સંરક્ષણ નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.