Abtak Media Google News
  • રંકથી લઇ રાજા સુધી નાનું પેટ ભરતા ઘઉંના દાણાએ અંધાધૂંધી સર્જી
  • વિશ્વમાં ઓછા વરસાદની સાથોસાથ દુકાળનું પ્રમાણ વધતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘઉંના ભાવમાં સતત ઉછાળો

કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબૂત બની શકે જ્યારે દરેક ક્ષેત્રે સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય આ તકે જ્યારે ભારત દેશની જો વાત કરવામાં આવે તો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે કે જે ઘઉંનું ઉત્પાદન કરે છે અને સમગ્ર વિશ્વમાં 800 મિલિયન ટનની જે જરૂરિયાત છે તે પૈકી 270 મિલિયન ટન ઘઉં પુરા પાડે છે. બીજી તરફ વિશ્વમાં ઓછા વરસાદની સાથોસાથ દુકાળનું પ્રમાણ પણ જે રીતે વધ્યું છે તેને ધ્યાને લઇ ઘઉંના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ઉંચા આવ્યા છે. તમામ સ્થિતિને ધ્યાને લઇ ભારતમાં આવનારા સમયમાં ઘઉંને કોઈ અછત ઊભી ન થાય તેના માટે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને જી સેવન દેશો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. માત્ર ભારતનું હરીફ અને કટ્ટર ગણાતું ચાઇના એ ભારતની તરફેણ કરી છે.

ભારતનું માનવું છે કે જો નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેને હજુ પણ થોડા સમય માટે યથાવત રાખવામાં આવે તો આવનારા સમયમાં ભારત પાસે ઘઉંનો પૂરતો સંગ્રહ થઈ શકશે અને પરિણામે તે આખા વિશ્વને ઘઉં પૂરા પાડવામાં મદદરૂપ સાબિત થશે. અનેક વિકસિત દેશો પણ ભારત સાથે ઘઉં ખરીદી કરવા માટેના કરારો કર્યા છે જેને પરિપૂર્ણ કરવા માટે ભારત દ્વારા નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એટલું જ નહીં જે સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેને ડામવામાં પણ આ યુક્તિ કારગત નિવડશે.

03 1

તો વિશ્વમાં હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી ઘણા ખરા નકારાત્મક પાસાઓ જોવા મળ્યા છે અને ભાવમાં પણ સતત વધારો થયો છે આ સ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે સાથોસાથ વિશ્વમાં ભારત ના ઘઉં ની ગુણવત્તા અંગે પણ સતત ચર્ચા થઈ રહી છે અને કરારો પણ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં જે રીતે ઘઉં ની સ્થિતિ જોવા મળી છે તેનાથી ગજબનો એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે કે ઘઉં નો વિકલ્પ અન્ય કોઈ અનાજ બની શકે ખરા કે કેમ અનેકવિધ ચર્ચા વિચારણા અને રિસર્ચ કર્યા બાદ પણ એ વાત સ્પષ્ટ થાય છે કે ઘઉંનો અન્ય કોઈ જ વિકલ્પ ન હોઈ શકે માત્ર જો યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં હાલ જે ઘઉંના ભાવ ને લઇ તળાજા ઊભી થાય છે તે ન થાય. પ્રેમની વાત કરવામાં આવે તો ગત વર્ષોમાં વૈશ્વિક ઘઉંની નિકાસમાં યુક્રેનનો ફાળો 12થી 13 ટકાનો હતો.

ભારત પાસે પૂરતો ઘઉંનો જથ્થો હોવાના કારણે ભારતે ત્રણ મિલિયન ટન ઘઉંની નિકાસ કરવા માટે નિર્ધાર કર્યો હતો પરંતુ અતિરેક જથ્થો હોવાના કારણે ભારતે તે આંકડો વધારી 10 મિલિયન ટન સુધી પહોંચાડવા નો નિર્ધાર કર્યો છે ત્યારે આવનારા સમયમાં આવ ને નીચા લાવવા માટે સરકારે હાલ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ સ્થિતિ યથાવત રહે તો ઘઉંના ભાવમાં ઘણોખરો ઘટાડો પણ આવશે અને વિતરણ વ્યવસ્થા પણ સુંદર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.