Abtak Media Google News

પેરિસ જળવાયું સમજુતિના પાંચ વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રવચન

ભારત ઉત્સર્જન ઓછુ કરવા પગલા લઈ રહ્યો છે: પર્યાવરણ મંત્રી

પેરીસ જલવાયું સમજૂતિના પાંચ વર્ષની પૂર્વ સંધ્યાએ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે જળવાયું પરિવર્તન માટે ભારત ઐતિહાસીક રીતે જવાબદાર નથી પણ ભારત અકે જવાબદાર દેશ તરીકે ઉત્સર્જનને ઓછુ કરવા માટે પગલા લઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જળવાયું પરિવર્તન એક જ રાતની ઘટના નથી છેલ્લા ૧૦૦ વર્ષથી જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. ઐતિહાસીક રીતે જોઈએ તો અમેરિકામાં કુલ ઉત્સર્જન ૨૫ ટકા, યુરોપમાં ૨૨ ટકા જયારે ચીનનું કુલ ઉત્સર્જન ૧૩ ટકા અને ભારતનું ઉત્સર્જન માત્ર ૩ ટકા છે. જળવાયું પરિવર્તન માટે અમે (ભારત) કોઈ પણ રીતે જવાબદાર નથી.

પેરિસ જળવાયું સમજૂતી ૧૨ ડિસે. ૨૦૧૫ના રોજ ૧૯૬ દેશોએ અપનાવી છે. અને તે ૪ નવે. ૨૦૧૬થી અમલમાં આવી છે. ભારત વૈશ્ર્વિક ઉત્સર્જનમાં ફકત ૬.૮ ટકા યોગદાન આપે છે. અને વ્યકિતદીઠ ઉત્સર્જન ૧.૯ ટકા છે. એની સરખામણીએ અમેરિકામાં ઓએસનું (વૈશ્ર્વિક) ઉત્સર્જન ૧૩.૫ ટકા તથા વ્યકિતદીઠ ૧૫.૫૨ ટકા છે. પર્યાવરર મંત્રાલયના જણાવ્યા મુજબ ચીન વૈશ્ર્વિક ઉત્સર્જન ૩૦ ટકા કરે છે. જયારે બ્રિટન સહિત યુરોપીયન સંઘનું ૮.૭ ટકા ઉત્સર્જન છે.

વિશ્ર્વભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણમાં કલ્પના બહારના ફેરફારો થઇ રહ્યા છે. પર્યાવરણમાં થતા આ ફેરફારો માનવીની પ્રકૃતિ સાથે ચેડા કરવાની વૃતિ અને કુદરતી સ્ત્રોતોના દુરુપયોગ અને આડેધડ વૃક્ષ કટીંગ જવાબદાર છે.

આ ઉપરાંત વાહનોના ધૂમાડા, ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણને નિકંદન કાઢવાની પ્રવૃતિ વધી હોવાના કારણો ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.