Abtak Media Google News

અબતક રાજકોટ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની “ઘરવાપસી” પછી આંખના પલકારામાં સમગ્ર દેશ પર કબજો મેળવવામાં સફળ થયેલા તાલિબાનો માટે હવે પોતાની સરકારની માન્યતા મેળવવાનું પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે માન્યતા મેળવવા માટે તાલિબાનો હવે રીતસરના ભારત સામે કરગરી રહ્યા છે.

સૌથી નજીકના પાડોશી અને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે અફઘાનિસ્તાન માટે ભારત હંમેશાં એક સાચો અને સારો મિત્ર બની રહ્યો છે ,ત્યારે શરૂઆતમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનની પૂર્વઘાની સરકાર સાથે સારા રાજદ્વારી સંબંધો ના કારણે ભારત સામે ઘુરકીયા કરવાનું ચાલુ કર્યું હતું.. પરંતુ હવે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોએ સત્તાપ્રાપ્તિ કરી દીધી છે જ્યારે સાચી પરિસ્થિતિ સમજી ને સરકારને માન્યતા અપાવવા ની છે ત્યારે તાલિબાનો માટે હવે ભારતનો રાજદ્વારી સહકાર અનિવાર્ય બન્યો છે.

તાલિબાનોના પ્રવકતા એક પછી એક ભારતના સમર્થનમાં નિવેદનો આપી રહ્યા છે તારી માં સરકારના વિદેશ મંત્રીએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારત દ્વારા દર્શાવવામાં આવેલા તમામ નિર્દેશો પર તાલિબની શાસકો કારતક રીતે લઈ રહ્યા છે ભારતે અફઘાનિસ્તાનની ભૂમિ પર ત્રાસવાદને ફાલવા ફુલવા ન દેવાની હિમાયત કરી હતી
તાલિબાનોએ પોતાની ઈસ્લામિક અમીરાત સરકાર નું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે અમે સરકારી તંત્રને અમારી સંપૂર્ણપણે શક્તિ અફઘાનિસ્તાનની ભૂમિ કોઈપણ સંજોગોમાં વૈશ્વિક આંતકવાદનો ઉપયોગનું કારણ ન બને તે માટે કટિબદ્ધ બનીએ છીએ.

આમ હવે તાલિબાનો ભારતની તમામ વાતો માનવા તૈયાર થઈ ગયું છે અને સરકારની માન્યતા મેળવવા ભારત સાથે રીતસરનું કરી રહ્યું છે ભારત પણ પોતાની નારી શક્તિનો ઉપયોગ કરી તાલિબાન સરકાર અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં વૈશ્વિક આંતકવાદના મૂલ્યાયા ઉખેડવા માટે કટિબદ્ધ બન્યું છે અને તેના સારા પરિણામો પણ સામે આવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.