Abtak Media Google News

‘ફાસ્ટેગ’ની સરકારી તિજોરીમાં દરરોજની આવક વધીને રપ કરોડ રૂા એ પહોંચી: ૧ર હજાર કરોડ  ના ખર્ચે બનનારા ‘ચાર ધામ’પ્રોજેકટ આગામી વર્ષે પૂર્ણ કરવાનો ઘ્યેય વ્યકત કરતા ગડકરી

સતત વિકસી રહેલા માર્ગ પરિવહનના વ્યવસાયના કારણો દેશમાં રર લાખ કુશળ ડ્રાઇવરોની કમી છે. જેથી, આ ક્ષેત્રમાં રોજગારીની વિશાળ તક હોવાનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું ગડકરીએ તેમના મંત્રાલયમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી અને આગામી સમયમાં કરવામાં આવનારી કામગીરી અંગે જણાવતાં ઉમેર્યુ હતું કે નેશનલ હાઇવેના ટોલ બુથો પર ઇ ટોલીંગ કરવાના ભાગરુપે ફાસ્ટેગનો તાજેતરમાં અમલ કરવામાં આવ્યો છે. ફાસ્ટેગ ના કારણે ટોલ બુથો પરથી થતી સરકારી આવકમાં પ્રતિદીન રપ કરોડ રૂા.નો વધારો થવા પામ્યો છે. જે આગામી સમયમાં પ્રતિવર્ષ ૮૦૦૦ કરોડ રૂા ને પાર કરી જવાની સંભાવના છે. તેમ ગડકરીને ઉમેર્યુ હતું.

ગડકરીએ જોયું હતું. કે મેં અધિકારીઓને જણાવ્યું છે કે દેશમાં રોકડની લિક્વિડિટી ઓછી છે અને ઝડપથી નિર્ણયો લેવા જોઈએ. એવું માનવામાં આવી રહ્યું છે કે ગડકરીનું આ નિવેદન વિવિધ પ્રોજેક્ટમાં ફસાયેલી રકમ અને તેનાથી અર્થતંત્ર પર પડનારી અસર અંગે હતું. નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં હાઈવે અને એક્સપ્રેસ નિર્માણ પાછળ સરકાર આગામી ૫ વર્ષમાં ૧૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે જણાવ્યું કે અમે ગત ૫ વર્ષમાં ધોરીમાર્ગો અને જહાજ પરિવહન ક્ષેત્રમાં ૧૭ લાખ કરોડ ખર્ચ્યા છે. હવે આગામી ૫ વર્ષમાં ૨૨ ગ્રીન એક્સપ્રેસ સહિત વિશ્વસ્તરના માર્ગો બનાવવા માટે માત્ર હાઈવે ક્ષેત્રમાં જ ૧૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.કે ગડ કટીએ જોયું હતું ફાસ્ટેગ અમલમાં આવ્યાની સાથે જ રોડ ટેક્સની વાર્ષિક કમાણી ૮ હજાર કરોડ રૂપિયા પહોંચવાનો અંદાજ છે. જ્યારથી આ પ્રણાલી ફરજિયાત થઈ છે. ટોલ ઇન્કમ વધીને રોજની ૨૫ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ડિસેમ્બરના મધ્ય સુધી ૧ કરોડ ફાસ્ટેગ જારી થઈ ગયા છે.જો કે  કેટલાક સ્થળે છૂટ છે.

7537D2F3 18

ગડકરીએ કહ્યું કે તેમના મંત્રાલય માટે ૧૨ હજાર કરોડ રૂપિયાના ચારધામ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આગામી વર્ષનો એજન્ડા છે જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી માટે બારે માસ સંપર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. ઉપરાંત કૈલાસ માનસરોવર યાત્રાને સરળ બનાવવા માટે ઉત્તરાખંડના માર્ગે એક હાઈવે પૂર્ણ કરવાનો છે. અત્યારે ત્યાં લુપિલેખ અને નાથુલા માર્ગે જ પહોંચી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.