જ્યાં સુધી ખાન પાકિસ્તાનનો વડાપ્રધાન ત્યાં સુધી ભારતે ચિંતા કરવાની જરૂર નથી !!

અબતક, નવી દિલ્લી

પાકિસ્તાનની સ્થિતિ દિન પ્રતિદિન ડામાડોળ થતી જઈ રહી છે. અગાઉ ભીખુ થયેલું પાકિસ્તાન પર હવે રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એવું નિવેદન આપ્યું છે કે, જો તેમને વડાપ્રધાન પદ છોડવા મજબૂર કરાયાં તો તેઓ વધુ ખતરનાક બની જશે. હવે વડાપ્રધાન તરીકે ખાનનું આ નિવેદન પાકિસ્તાનની સ્થિતિ અંગેનું સૂચક છે કે હાલ પાકિસ્તાન ખુદ જ અંધારા કૂવામાં ગરકાવ થઈ રહ્યું છે. જ્યારે ખુદ વડાપ્રધાન આ પ્રકારનું નિવેદન આપે ત્યારે ચોક્કસ કહી શકાય કે જ્યાં સુધી ખાન પાકિસ્તાનના વડાપ્રધાન છે ત્યાં સુધી ભારતે ચિંતા કરવાની જરૂર જ નથી કેમ કે, પાકિસ્તાન ખુદ જ પતન તરફ જઈ રહ્યું છે.

 જો મને ઉતારી દેવામાં આવશે તો વધારે ખતરનાક સાબિત થઈશ: ઇમરાન ખાન 

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને રવિવારે વિરોધ પક્ષોને ચેતવણી આપી હતી કે, જો તેઓ તેમને પદ છોડવા માટે દબાણ કરશે તો ઇમરાન વધુ ખતરનાક બની જશે. ખાને વધુમાં કહ્યું કે વિરોધ પક્ષો જો રસ્તા પર ઉતરશે તો તેમને છુપાવવાની જગ્યા નહીં મળે.  વડાપ્રધાન ૨૩ માર્ચે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ દ્વારા આયોજિત લોંગ માર્ચનો જવાબ આપી રહ્યા હતા.  ખાને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફ પર પણ પ્રહારો કર્યા અને તેમની સાથે કોઈપણ વાતચીતનો ઇનકાર કર્યો.
ઈમરાન ખાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા પર ભ્રષ્ટાચારના કેસ ટાળવાનો આરોપ લગાવ્યો હતો.  તેમણે કહ્યું કે આખો શરીફ પરિવાર લંડન ભાગી જશે, જ્યાં નવાઝ શરીફ અને તેમના બે પુત્રો પહેલાથી જ રહે છે.
પીડીએમ એ પાકિસ્તાનમાં લગભગ એક ડઝન વિપક્ષી પક્ષોનું ગઠબંધન છે, જે પાકિસ્તાની સૈન્યની રાજકારણમાં દખલગીરી સામે રચાયું છે અને ચૂંટણીમાં “હેરાફેરી” કરીને ઈમરાન ખાનને “કઠપૂતળી” વડા પ્રધાન બનાવે છે.  પીડીએમના પ્રમુખ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના વડા મૌલાના ફઝલુર રહેમાને જાહેરાત કરી હતી કે વિપક્ષી પાર્ટીઓ ઈમરાન ખાનની “અયોગ્ય અને ગેરકાયદેસર” સરકારને હટાવવા માટે ૨૩ માર્ચે ઈસ્લામાબાદ તરફ કૂચ કરશે.

વિપક્ષના નેતાને ન મળવાના આરોપો પર ઈમરાન ખાને કહ્યું કે, લોકો પૂછે છે કે હું શાહબાઝ શરીફને કેમ મળતો નથી.  મારે તેને કેમ મળવું જોઈએ?  મારા મતે તે દેશનો ગુનેગાર અને ભ્રષ્ટ નેતા છે.”  તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા પર ભ્રષ્ટાચારના કેસ ટાળવાનો આરોપ લગાવ્યો.  ઈમરાન ખાને કહ્યું કે આખો શરીફ પરિવાર લંડન ભાગી જશે, જ્યાં નવાઝ શરીફ અને તેમના બે પુત્રો પહેલાથી જ રહે છે.

વડાપ્રધાન વિરુદ્ધ થયેલો બળવો પાકિસ્તાનમાં અંધાધૂંધી સર્જી દે તેવા એંધાણ 

જ્યારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઈમરાન ખાને કહ્યું, “તે રોજ કહે છે કે પાકિસ્તાન આવશે.  હું રાહ જોવ છુ.  નવાઝ પાછા આવો, અમે તેની રાહ જોઈ રહ્યા છીએ પરંતુ મને ખબર છે કે તે પાછો નહીં આવે.  નવાઝ શરીફને પૈસા ગમે છે.
ખાને કહ્યું કે ભૂતપૂર્વ લશ્કરી શાસક જનરલ પરવેઝ મુશર્રફે વિપક્ષને રાષ્ટ્રીય સમાધાન વટહુકમ આપીને સૌથી મોટું પાપ કર્યું છે.  તેમણે કહ્યું કે વિપક્ષ સરકારને બ્લેકમેલ કરવા માંગે છે પરંતુ જો હું તેમને કોઈ છૂટ આપું તો તે વિશ્વાસઘાત હશે.  આ સાથે ખાને દાવો કર્યો કે તેમની સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે અને આગામી સામાન્ય ચૂંટણીમાં પણ જીતશે.