Abtak Media Google News
હવે ફરી વિદેશીઓ કરી શકશે તહેવારોની ભૂમી ભારત પર પ્રવાસ

કોરોનાના કપરા કાળ પછી પહેલી વખત શિયાળાની રજાઓ પૂર્ણ થાય તે પહેલાં ભારત હવે ફરી વિદેશીઓ માટે ઈ- વીઝા શરૂ કરવા તૈયાર છે. ત્યારે હવે વિદેશીઓ ફરી તહેવારોની ભૂમી ભારત પર પ્રવાસ કરી શકશે. જેનો લાભ વિદેશી પ્રવાસીઓ મળશે તેમજ ભારતના પ્રવાસન વિભાગ અને હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ સ્થાનિક વ્યવસાયીઓને આર્થિક રીતે મળશે.

ટ્રાવેલર એજન્ટસ ફેડરેશન ઓફ ઈન્ડીયાના જોઇન્ટ સેક્રેટરી અનિલ કાલસી એ જણાવ્યું હતું કે ઈ – વીઝાની પૂન: શરૂઆત ભારતના પ્રવાસન ઉદ્યોગના દ્વાર ખોલે છે. જેથી બહોળા પ્રમાણમાં ભારતીયોને તેનો લાભ મળે છે.

2019માં કોરોના કાળ પહેલા 1.7 કરોડ આંતરાષ્ટ્રીય નાગરિકો ભારત આવ્યા હતા કે જેમાં 1.1 કરોડ આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ હતા જ્યારે બાકીના એન.આર.આઈ ભારતમાં પરિવાર – મિત્રોને મળવા માટે આવ્યા હતા. સરકાર દ્વારા મળતી માહિતી મુજબ 2018માં મુખ્ય પાંચ દેશોએ ભારતનો પ્રવાસ કર્યો હતો કે જેમાં બાંગ્લાદેશ, યુએસ, યુકે, કેનેડા અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. પરંતું અમુક દેશો માટે ભારતમાં ઈ વીઝાની પરવાનગી ન હોવાથી હવે ફરીથી ભારતના પ્રવાસન ઉદ્યોગ માટે ઈ વીઝાની શરૂઆત થઈ રહી છે.મળતી માહિતી અનુસાર હમણાં જ ટ્રાવેલ એજન્ટ ઓફ ઈન્ડિયાના 2500 ટ્રાવેલ એજન્સીઓએ ઉનાળા દરમ્યાન ફરી ઈ વીઝા શરૂ કરવા ભારત સરકારને અરજી કરી છે.

યુકેના નાગરિકોને ભારતના વિઝા માટે ઓનલાઈન પ્રક્રિયા પુર્ણ કરી હોવા છતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો. ત્યારે હવે યુકેના નાગરિકો માટે ખૂશીના સમાચાર છે વિઝા વેબસાઈટ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે જેથી અરજદારો વિઝા માટે અરજી કરી શકશે એવું લંડનમાં ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું. લગભગ કેનેડા અને યુકેને બાદ કરતા આ સેવા બધા સેવા શરૂ થઈ ગઈ છે.

લંડનમાં ભારતના હાઈ કમિશન દ્વારા ટ્વીટ કરવામાં આવેલા એક વીડિયોમાં, યુકેના હાઈ કમિશનર વિક્રમ કે દોરાઈસ્વામીએ કહ્યું, “અમે ફરી એકવાર ઈ-વિઝા શરૂ કરી રહ્યા છીએ અને આ સેવા તમને તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટૂંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે. જેથી યુકેના મિત્રોને ભારતમાં વધુ સરળતાથી ભારત આવી શકશે. ભારત ફરી આપ સૌ નું સ્વાગત કરે છે , ઇ-વિઝા સહિતની અમારી અન્ય તમામ સેવાઓ તમારા ઘરઆંગણે ઉપલબ્ધ રહેશે. અમે શિયાળાની સારી સિઝનની રાહ જોઈ રહ્યા છીએ. જેમાં દરેકને તહેવારોની ભૂમિ ભારતમાં તેમના તહેવારો ઉજવવા મળે છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.